Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મહિલા સફાઈ સૈનિક સાથે થયેલ દુષ્‍કર્મની ઘટનાની ઉગ્ર નિંદા કરતું યંગ ઇન્‍ડિયા ગ્રુપ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૬ : મોરબીના રવાપર રોડ ઉપર મધ્‍યરાત્રીના મહિલા સફાઈ સૈનિકને નિશાન બનાવી બે શખ્‍સોએ દુષ્‍કર્મ ગુજારતા આ ઘટનાના સમગ્ર રાજ્‍યના ઘેરા પ્રત્‍યાઘાત પડ્‍યા છે ત્‍યારે મોરબીના યંગ ઇન્‍ડિયા ગ્રુપ દ્વારા આ ઘટનાની ઉગ્ર નિંદા કરી દુષ્‍કર્મ આચરનાર શખ્‍સોને કડકમાં કડક સજા આપવાની માંગ સાથે સફાઈ સૈનિકોને પૂરતી સુરક્ષા આપવા માંગ ઉઠાવવામાં આવી છે.

સમાજની સુખાકારી માટે દિવસ રાત જોયા વગર ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને નરેન્‍દ્રભાઈ મોદીએ સફાઈ સૈનિકનું બિરુદ આપ્‍યું છે ત્‍યારે મોરબીમાં મધ્‍યરાત્રીએ ફરજ બજાવતા વળદ્ધ મહિલા સફાઈ સૈનિકની એકલતાનો લાભ લઇ બે હવસખોરો દ્વારા અપહરણ કરી દુષ્‍કર્મ ગુજારવામાં આવતા આ હીંચકારી ઘટનાને મોરબીના યંગ ઇન્‍ડિયા ગ્રુપ દ્વારા સખત કાઢવામાં આવી છે.

વધુમાં રાત્રે તેમજ વહેલી સવારે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા મહિલા સફાઈ કામદારોની એકલતાનો લાભ લઇ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે મોરબી પાલિકા તંત્ર દ્વારા યોગ્‍ય સુપરવિઝન તેમજ ખાનગી કોન્‍ટ્રાકટર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય તેવા કિસ્‍સામાં કોન્‍ટ્રાકટર દ્વારા પૂરતી સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવાની સાથે પોલીસ તંત્ર દ્વારા પણ મહિલા સફાઈ કર્મચારીઓની સુરક્ષા નિヘતિ કરવા માંગ ઉઠાવવામાં આવી છે.

ઉપરાંત મોરબીમાં જે રીતે એકલા મજબુર મહિલા કર્મચારીની એકલતાનો લાભ લઇ હવસખોરોએ અપહરણ કરી દુષ્‍કર્મ ગુજારતા આવી ઘટનાનું પુનરાવર્તનના થાય તે માટે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ પણ યંગ ઇન્‍ડિયા ગ્રુપ દ્વારા અંતમાં ઉઠાવવામાં આવી છે.

(2:59 pm IST)