Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

જામનગરનાં પ્રભુજી પીપળીયા ગામે યુવકે ઝેરી દવા પી લેતા મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામે રણછોડભાઈ ગોરધનભાઈ દોંગાની વાડીએ રહેતા પંકજભાઈ મોહનભાઈ તાવીયાડ, ઉ.વ.રર વાળા એ કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.પ-૧ર-ર૦રરના મરણજનાર સુરેશભાઈ મનુભાઈ તાવીયાડ, ઉ.વ.રપ વાળા કોઈ અગમ્‍ય કારણોસર પોતાના હાથે ઝેરી દવા પી લેતા પ્રથમ કાલાવડ સરકારી હોસ્‍પિટલ ખાતે પ્રાથમીક સારવાર મેળવી વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્‍પિટલ ખાતે રીર્ફર કરતા કાલાવડથી થોડે દુર જતા વધુ તબીયત ખરાબ થતા પરત કાલાવડ સરકારી હોસ્‍પિટલ ખાતે આવતા ફરજ પરના ડોકટરે તપાસી મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

રહેણાક મકાનમાં હાથફેરો કરતો તસ્‍કર

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં જયેશભાઈ નરશીગર અપારનાથી, ઉ.વ.૩૦, રે. મયુર એવન્‍યુ આહીર કન્‍યા છાત્રાલયની પાસે, બાલવી કૃપા, પ્‍લોટ નં.૩૧૪/પ, જામનગરવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી જયેશભાઈ તેના પરિવાર સાથે ગામડે પ્રસંગમાં હોય તેના ઘરને બંધ કરીને બહાર ગયેલ હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા ચોર ઈસમે ઘરનો મુખ્‍ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ઉપરના રૂમમાં કબાટમાં રાખેલ રોકડા રૂ.૮૦૦૦/- તથા ચાંદીની હાથમા પહેરવાની બગડી જોડ-૧, કિંમત રૂ.૪૦૦૦/- તથા ચાંદીના મોટા સાકળા જોડી-૧, કિંમત રૂ.૪૦૦૦/- ચાંદીના નાના સાકળા જોડી-ર, કિંમત રૂ.પ૦૦૦/- તથા સોનાનો ચેઈન અકડીયો/લોક કિંમત રૂ.પ૦૦/- તથા સોનાના નાના છોકરાના કાનમા પહેરવાની દાણા જોડી-૧, કિંમત રૂ.૧પ૦૦/- તથા નાકમા પહેરવાનો સોનાનો દાણો એક કિમત રૂ.૧પ૦૦/- તથા ખોટા મંગળસુત્ર જોડી-ર, કિમત રૂ.૬૦૦/- તથા ફાસ્‍ટ ટ્રેકની ઘડીયાળ-૧, કિંમત રૂ.૧ર૦૦/- એમ કુલ સામાન કિમંત રૂ.ર૬,૩૦૦/- ના સામાનની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

આહીર કન્‍યા છાત્રાલય પાસેથી મોટરસાયકલ ચોરાયું

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં દેશુરભાઈ ગોવિંદભાઈ ભારવાડીયા, ઉ.વ.ર૬, રે. મયુર એવન્‍યુ સોસાયટી, આહીર કન્‍યા છાત્રાલયની બાજુમા મકાન નં.૧૯/૧ર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી દેશુરભાઈએ પોતાનું ગ્રે તેમજ બ્‍લેક કલરનું હોન્‍ડા સ્‍પેલન્‍ડર પ્‍લસ મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦-સીકયુ-૬૯૦૧, કિંમત રૂ.૪૦,૦૦૦/- વાળુ ઘરની પાસે પાર્ક કરેલ હોય કોઈ અજાણ્‍યા ચોર ઈસમે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

બેડેશ્‍વરમાં જુગાર રમતી બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

અહીં સીટી બી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હિરેનભાઈ માંડાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, બેડેશ્‍વર, ધરારનગર-ર, મસ્‍જિદવાળા છેલ્લા ચોકમાં આરોપી હિતેષ ભીખુભાઈ નાંગશ, સલમાબેન શિરાજભાઈ હાજીભાઈ દુદેપોત્રા, આમીનાબેન તાલાબભાઈ અબ્‍દુલભાઈ સુંભાણીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦,ર૪૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મોદી સ્‍કુલ પાસેથી મોટરસાયકલની ચોરી થયાની રાવ

અહીં સીટી બી પોલીસ સ્‍ટેશનમાં ઈશુબભાઈ મામદભાઈ ખફી, ઉ.વ.૪૭, રે. મસિતીયા ગામ, હુશેની ચોક, જમાતખાનાની બાજુમાં, જી.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, શરૂસેકશન રોડ, મોદી સ્‍કુલની સામે રોડ પર ફરીયાદી ઈશુબભાઈએ પોતાનું મોટરસાયકલ હોન્‍ડા કંપનીનું જેના રજી.નં.જી.જે.-૧૦-બી.કયુ.-૩ર૬૧ જેની કિંમત રૂ.૩૦,૦૦૦/- વાળુ પાર્ક કરેલ હતું કોઈ અજાણ્‍યા ચોર ઈસમે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(3:00 pm IST)