Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મોરબીમાં ચોરેલ હોન્‍ડા સાથે નિકળતા ધ્રોલ પાસેથી બે આદિવાસી ઝડપાયા

જામનગર,તા.૬: (મુકુંદ બદિયાણી દ્વારા) જુલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂની સુચનાથી એસ.ઓ.જીના l/c પોલીસ ઇન્‍સપેકટર બી.એન.ચૌધરી પો.સબ.ઇન્‍સ. જે.ડી.પરમારના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી સ્‍ટાફના માણસો જામનગર ગ્રામ્‍ય વિસ્‍તારમાં પ્રટ્રોલીંગમાં હતા.

દરમ્‍યાન એસ.ઓ.જી. સ્‍ટાફના રાજેશભાઇ મકવાણા તથા શોભરાજસિંહ જાડેજા તથા સંદીપભચાઇ ચુડાસમાને બાતમી હકિકત મળેલ કે, નથુવડલા ગામ તરફથી સોયલ ગામના પાટીયા તરફ હાઇવે રોડ તરફ બે ઇસમો શંકાસ્‍પદ હાલતનું  હીરો સ્‍પેલેન્‍ડર મો.સા સાથે નીકળનાર હોય જે આધારે વોચ દરમ્‍યાન ઇન્‍દરભાઇ  દરીયાભાઇ બામણીયા તથા દિનેશભાઇ ગુમાનભાઇ પસાયા બન્ને જણા નીકળતા મો.સા સાથે પકડી મો.સા.ના કાગળો આધાર પુરાવા માંગતા નહી હોવાનું અને આજથી એકાદ માસ પહેલા મોરબી, વાવળી રોડ, માધાપરના નાકે, હનુમાનજીના મંદિર પાસેથી બંને જણાએ ચોરી કરી મેળવેલ હોવાનું જણાવેલ જેથી ઉપરોકત બંને ઇસમોએ સદરહું મોટરસાયકલ ચોરી કરી મેળવેલ હોવાનું જણાવણા સદરહુ મોટરસાયકલની કુલ કિ.રૂા.૫૦,૦૦૦/-ગણી CRPC કલમ ૧૦૨ મુજબ શકપડતી મિલ્‍કત તરીકે કબ્‍જે કરેલ છે. અને મજકુર બંનેને CRPC કલમ ૪૧ (૧) ડી મુજબ અટક કરી ધ્રોલ પો.સ્‍ટે ખાતે આરોપી (૧) ઇન્‍દરભાઇ દરીયાભાઇ બામણીયા જાતે આદીવાસી ઉવ.૩૦ ધંધો ખેત મજુર રહે.મુળ બોરનારા તા. ભાબરા, જી. અલીરાજપુર  (૨)  દિનેશભાઇ ગુમાનભાઇ પસાયા જાતે આદિવાસી ઉ.વ.૨૪ ધંધો ખેત મજુરી રહે મુળ તેજારીયા ગામ તા.બોરી જી. અલીરાજપુર (મધ્‍યપ્રદેશ રાજ્‍ય) હાલ રહે. પ્રભુભાઇ મોહનભાઇ સતવારાની વાડીમાં નથુવડલા ગામને સોંપી આપેલ છે. આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. બી.એન.ચૌધરી પો.સ.ઇ., જે.ડી.પરમારની સૂચનાથી એસ.ઓ.જી. સ્‍ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.

(1:33 pm IST)