Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ખનિજ ચોરી સબબ રૂા. ૩.૭૮ લાખની વસુલાત માટે જૂનાગઢમાં પોલીસ ફરિયાદ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા. ૬ : ખનિજ ચોરી સબબ રૂા. ૩.૭૮ લાખની વસુલાત માટે જૂનાગઢ ખાણ ખનિજ વિભાગના રોયલ્‍ટી ઇન્‍સ્‍પેકટર ભવદીપ ડોડીયાએ ડમ્‍પર માલિક અને ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરેલી છે.

રાજકોટના કોઠારીયા ગામનાં શ્‍યામ કેશુભાઇ મુસીના જીજે-૩-બીવાય-૨૫૦૧ નંબરના ડમ્‍પરના જૂનાગઢના ગલીયાવાડા ગામના ડ્રાઇવર કિશોર બાબુભાઇ રાઠોડે રોયલ્‍ટી વગર ૫૪૨૬૦ ટન રેતીનું વહન કર્યું હતું.

આ અન્‍વયે તંત્ર દ્વારા નોટીસ અને તેનો રિમાન્‍ડર કરેલ તેમજ રૂા. ૩,૭૮,૮૧૧ ની દંડનીય વસુલાત માટે પણ હુકમ કરવામાં આવેલ.

આમ છતાં પણ જવાબ નહિ પાઠવતાં બંને સામે રોયલ્‍ટી ઇન્‍સ્‍પેકટર ભવદીય ડોડીયાએ પોલીસ ફરિયાદ કરતા જૂનાગઢ બી ડીવીઝનના પી.એસ.આઇ ઓ.આઇ.સીદીએ આગળની તપાસ હાથ ધરી છે.

(1:31 pm IST)