Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

શંકાસ્‍પદ મોટર સાયકલ સાથે રીઢા ચોરને પકડી પાડતી એલ.સી.બી.ગીર સોમનાથ

પ્રભાસપાટણ તા.૬ : જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી મયંકસિંહ ચાવડા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાએ મિલ્‍કત સબંધી ગુન્‍હાઓ અટકાવવા અને આવા બનેલ ગુન્‍હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય.જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્‍સ.એ.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્‍સ વી.કે.ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન એ. એસ. આઇ. નરેન્‍દ્રભાઇ કછોટ તથા લાલજીભાઇ  બાંભણિયાનાઓને મળેલ હકીકત આધારે નીચે જણાવેલ ઇસમને પકડી પાડી જેની પાસેથી એક મો.સા.કબ્‍જે કરી આ મો.સા.ના રજીસ્‍ટર નંબર તથા એન્‍જીન ચેસીસ નંબર પોકેટ કોપ એપ્‍લીકેશનમાં સર્ચ કરતા અન્‍ય વ્‍યકિતના નામે રજીસ્‍ટર થયેલ હોવાનું જણાય આવતા હિતેશ ઉર્ફે ગીતો સવજીભાઇ સોલંકી, ઉ.૩પ, રહે.રબારી વાડા પાસે, તાલાલા ગુંદરણ રોડ, તાલાલાને (૧) હીરો કંપીનું પેશન મો.સા.નં. જી જે૦૬-એજી-૪ર૬૬ જેની કી. રૂા.૧પ૦૦૦ સાથેપકડેલ છે.

આરોપી સામે તાલાલા પો.સ્‍ટે. ગુ.ર.નં.૪૮૪/ર૦રર આઇ.પી.સી.કલમ ૩૭૯, મુજબ ભંગાર ચોરી તથા અન્‍ય એક મો.સા. ચોરીનો ગુન્‍હો દાખલ થયેલ છે.

એલ.સી.બી. પો.ઇન્‍સ એ.એસ.ચાવડા, પો.સબ ઇન્‍સ વી.કે. ઝાલા, એ.એસ. આઇ. મેસુરભાઇ વરૂ, નરેન્‍દ્રભાઇ કછોટ, લાલજીભાઇ બાંભણીયા, મીસીંગ પર્સન સ્‍કવોડના એ.એસ.આઇ. સરમણભાઇ સોલંકીએ આ કામગીરી કરી હતી.

(1:26 pm IST)