Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

દારૂ પ્રકરણમાં જૂનાગઢનો રબારી શખ્‍સ પાસા તળે

જુનાગઢ,તા.૬: ગાંધીગ્રામના રહીશ નાથાભાઇ સરમણભાઇ મોરી વિરૂધ્‍ધ પાસા વોરન્‍ટ ઇસ્‍યુ કરવામાં આવેલ.

જે બાદ ઇસમને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇન્‍સ.શ્રી જે.એચ.સિંઘવના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ, જે.જે.ગઢવી તથા એ.એસ.આઇ નિકુલ એમ.પટેલ તથા પો.હેડ. કોન્‍સ. જીતેષ એચ.મારૂ તથા પો.કોન્‍સ. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારાનાઓ  વોચ તપાસમાં હતા. દરમ્‍યાન હકિકત મળેલ કે. સદર પાસા વોરન્‍ટના આરોપી નાથાભાઇ રબારી રહે. ગાંધીગ્રામ, જફર મેદાનની સામે શેરી નં.૪. જુનાગઢ વાળાો હાલ પોતાના ઘરે પાસે હોવાની હકિકત આધારે તાત્‍કાલીક ઉપરોકત ટીમ રવાના કરી બાતમી વાળી જગ્‍યાએ તપાસ કરતા આરોપી મળી આવતા પાસા ધારા તળે  અટકાયત કરી સેન્‍ટ્રલ જેલ. અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ.

ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. જે.એચ.સિંધવ તથા પો.સ.ઇ., જે.જે. ગઢવી તથા સી ડીવી.પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. જે.એમ.વાળા તથા ક્રાઇમ બ્રાન્‍ચ, જુનાગઢના એ.એસ.આઇ. નિકુલ એમ. પટેલ તથા પો.હેડ. કોન્‍સ, જીતેષ એચ.મારૂ તથા પો.કોન્‍સ.ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા તથા ભરતભાઇ સોનારા તથા વુ.પો.કોન્‍સ. રાજેશ્રી દિવરાણીયા તથા સી ડીવી.પો.સ્‍ટે. એ.એસ.આઇ નાથાભાઇ રામ તથા પો.હેડ.કોન્‍સ. સંજયસિંહ રાઠોડ વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:25 pm IST)