Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ઉપલેટાની હોટલમાં જુગાર ધામ : ૧૬ શકુની ઝડપાયા

(કળષ્‍ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા : અહીંયા ભાદર ચોક વિસ્‍તારમાં ગેલેક્‍સી હોટલમાં જુગારધામ ઉપર રાજકોટ જિલ્લા  એલસીબી બ્રાન્‍ચે રેડ કરતા ૧૬ વ્‍યક્‍તિને રૂપિયા ૬૫,૨૫૦ રોકડ તથા મોબાઈલ નંગ ૧૬ કિંમત રૂપિયા  ૬૪ હજાર તથા મોટર સાયકલ નંગ ચાર કિંમત રૂપિયા ૮૦ હજાર કુલ મળીને   ૨,૨૦૯,૨૫૦ ના મુદ્દા માલ સાથે ધરપકડ કરેલ છે જેમાં નીરવ નારણ ચુડાસમા (૨) વિમલ રામા કનારા(૩) રવિ પરબત સુવા (૪) રવિ ઉર્ફે હીરાલાલ દેવરાજ ભીટ(૫) રોહિત જીવા પરમાર (૬) વજસી દેવા ગોજીયા (૭) કપિલ વિક્રમ ચંદ્રવાડીયા (૮)અકજલ અનીસ મિયા  કાદરમિયા (૯) મુકેશ મનુ પરમાર (૧૦) ભરત નાનુ જેજડીયા(૧૧) જાવીદ ઉર્ફ જાવલો મહંમદ મેર(૧૨) રોહિત દેવા કરંગીયા (૧૩) વલીમામદ ઉર્ફે લાલો જુસબ ઠેબા (૧૪) સરફરાજ રફીક હુસેન વગેરેનો સમાવેશ થાય છે.

(11:51 am IST)