Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ઉપલેટાના રબારીકા પાસે ઝાડ સાથે કાર અથડાતા એકનું મોત

ઉપલેટા તા. ૬ : ઉપલેટા તાલુકાના રબારીકા ગામ પાસે ગઈકાલે એક કાર ઝાડ સાથે અથડાતા એકનું મોત થયું છે.

ઉપલેટા થી ભાણવડ તરફ જતી કારને અકસ્‍માત નડતા કારમાં બેઠેલા રામભાઈ સવાભાઈ ભુતીયા ઉંમર વર્ષ ૬૨ ચાંદપર(ભાણવડ) વાળાનું ઘટના સ્‍થળ મોત થયું હતું જ્‍યારે કારમાં બેઠેલા રામભાઈ રાજશીભાઈ કરંગીયા ઉમર ૪૨ રહે હળવદ (ધાંગધ્રા), જેઠાભાઈ હરેશભાઈ ચાવડા ઉંમર વર્ષ ૬૫ રહે કુવરીયા(ખંભાળિયા) જેશભાઈ માલદેભાઇ કરમુર રહે કારપરા(ખંભાળિયા) વારાને ફ્રેકચર જેવી ગંભીર ઈજા થઈ હતી.

આ અંગે તપાસ ભાયાવદર પોલીસે હાથ ધરેલ છે.

(11:47 am IST)