Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

દામનગર : લાઠી આરોગ્‍ય વિભાગ દ્વારા સ્‍પેશ્‍યલ ઈમ્‍યુનાઇઝેશન વીકનું આયોજન

દામનગર : તાજેતરમા ઓરી , ડિપ્‍થેરીયાના સંભવિત કેસો અને લેબોરેટરી કન્‍ફર્મ આઉટબ્રેક નોંધાતા બાળકોમા સંપુર્ણ રસીકરણ સુનિヘતિ કરવા માટે આરોગ્‍ય વિભાગ લાઠી દ્વારા સ્‍પેશ્‍યલ ઇમ્‍યુનાઇઝેશન વિકનું આયોજન કરવા માં આવેલ છે. જેમાં રૂટિન રસિકરણ કાર્યક્રમ દરમિયાન કોઈ પણ કારણોસર રસી ન લીધેલ નવજાત શિશુ થી લઇ ૫ વર્ષ સુધી ના બાળકો અને સગર્ભા માતાઓને આવરી લેવા માં આવશે. તાલુકા હેલ્‍થ ઓફિસ  લાઠીના નર્સ બહેનો અને આશા બહેનોને ઘરે ઘરે જઈ હેડ કાઉન્‍ટ સર્વે કરી આવતી તારીખ ૧૯ થી ૨૪ ડિસેમ્‍બર અને ૨૩ થી ૨૮ જાન્‍યુઆરી દરમિયાન તમામ બાળકો અને સગર્ભાઓનું રસીકરણ કરવા માં આવશે. લાઠી ના ડો. આર. આર. મકવાણા અને નયનાબેન પરમાર દ્વારા તમામ લાભાર્થીઓને આ કાર્યક્રમ માં આવરી લેવાનું આયોજન અને  સ્‍ટાફને તાલીમ આપવા માં આવી છે.  (તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર, દામનગર)

(11:45 am IST)