Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મોસમની શરૂઆતમાં પહેલી જ વાર સવારે ઠંડીનો સપાટો બોલી ગયો

નલિયા ૯.૮, રાજકોટ ૧૪, ગિરનાર પર્વત ૧૪.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા સવારે ઠંડકનો ચમકારો

રાજકોટ તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે વહેલી સવારે પહેલા જ વાર ઠંડીનો સપાટો બોલી ગયો હતો. અને લઘુતમ તાપમાનનો પારો સડહસડાટ નીચે ઉતરી જતા કડકડતી ઠંડીનો અનુભવ થયો છે.

આજે સવારે નલીયા ૯.૮, રાજકોટ ૧૪, ગિરનાર પર્વતઉપર ૧૪.૮ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અને લોકોને શિયાળાની અસર થવા લાગી છે.

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે શિયાળા જેવા વાતાવરણનો અહેસાસ થાય છે. અને બપોરના સમયે ગરમીની અસર વર્તાય છે.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગ : તાપમાન વધતા ઠંડીમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે.  જુનાગઢ ખાતે આજે ગઇકાલની સરખામણી લઘુતમ તાપમાન ૩.ર ડીગ્રી વધીને ૧૯.૮ ડીગ્રી નોંધાતા ગુલાબી ઠંડી રહી હતી.

ગીરનાર ખાતે પણ તાપમાનનો પારો ઉપર ચડીને ૧૪.૮ ડીગ્રીએ સ્‍થિર થતા ઠંડોમાં રાહત રહી હતી.

સવારનાં વાતાવરણમાં  ભેજનું પ્રમાણ ઘટીને ૩૧ ટકા રહ્યુ હતું જયારે પવનની પ્રતિ કલાકનીઝડપ વધીને ૬.૮ ડીગ્રીએ પહોંચી ગઇ હતી.

(11:33 am IST)