Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

બગસરામાં અચાનક ત્રણ દુકાનના સ્‍લેબ પડતા લોકોનો ચમત્‍કારીક બચાવો થયો

 (સમીર વિરાણી દ્વારા) બગસરા : અપસરા ચાર રસ્‍તા પેટ્રોલ પંપ પાસે આશીર્વાદ રેસ્‍ટોરન્‍ટ ખેડૂત એન્‍જિનિયરિંગ તથા ભારત પ્રાઇમસ નામની ત્રણ દુકાનોમાં અચાનક જર્જરિત સ્‍લેબ પડતા આસપાસના લોકો તથા દુકાન માં બેઠેલ લોકોનો ચમત્‍કારીક બચાવ થયો છે. બગસરાના  સ્‍ટેશન રોડ ઉપર આશરે ૬૫ વર્ષ જૂનું બાંધકામ હોવાથી અતિ જર્જરિત હાલતમાં હોય જેથી દુકાનના માલિકો ને ભાડું તે અવાર નવાર કહેવામાં આવેલ પરંતુ દુકાન માલિકે આ બાબતે ધ્‍યાનમાં ન લેતા આજે ભર બજારમાં અવરજવર વિસ્‍તારમાં આ દુકાનો આવેલી હોવાથી તે સ્‍લેબ અચાનક ધડાંગ કરતા અવાજ સાથે હેઠો પડતા આસપાસ પીજીવીસીએલના વાયરીંગ સાથે નીચે પડતા અવરજવર કરતા લોકોનું તથા દુકાનમાં બેઠેલ લોકોનો ચમત્‍કારી બચાવો થયો છે. આમાં પીજીવીસીએલની ઘોર બેદરકારી જોવા મળી હતી સ્‍લેબ પડતા લોકોએ લાઈટ બંધ કરવા જાણ કરેલ છતાં પીજીવીસીએલ દ્વારા લાઈટ ને ઘણા સમય બાદ બંધ કરવામાં આવી હતી અને લોકોનું જોખમ વધ્‍યું હતું. જો કે આ વિસ્‍તાર માં સતત અવરજવર હોવાથી pgvcl ના વાયર ચાલુ લાઈન માં રોડ પર લટકતા જોવા મળ્‍યા હતા.

(11:32 am IST)