Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

આટકોટ એસ.પી.એસ. સંકુલ ખાતે ફુડ બાઝાર યોજાઇ

આટકોટ એસ પી એસ સ્‍કુલમાં સ્‍કુલ વિભાગના વિદ્યાર્થી તેમજ શિક્ષકો દ્વારા વિવિધ ૧૫ જેટલા ફુડ કોર્નરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ભેળ,ચાર્ટ,લછછી , બટેટા ભુગળા,ચા, પાણી પુરી, ચોકલેટ બિસ્‍કીટ જેવા વિવિધ સ્‍ટોલ ઉભા કરવામાં આવેલા હતા આ કાયૅક્રમને સંસ્‍થાના પ્રિન્‍સીપાલ મિલન સરધારા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી કેવલ હીરપરા દ્વારા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવામાં આવેલ હતા. ડૉ.કમલેશ હીરપરા દ્વારા કાર્યક્રમની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. (તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ)

(11:31 am IST)