Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

પરમ દિ' સૌરાષ્‍ટ્ર-કચ્‍છની ૫૪ વિધાનસભા બેઠકોનું પરિણામઃ ભારે ઉત્તેજના

મત ગણતરી સ્‍થળોએ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍તઃ બપોર સુધીમાં ચિત્ર સ્‍પષ્‍ટ થઇ જશે

રાજકોટ તા. ૬ : તા.૮ ને ગુરૂવારે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના પ૪ વિધાનસભા બેઠકોની મત ગણતરી હાથ ધરવામાં આવશે. અને પરિણામને લઇને લોકોમાં ભારે ઉત્તેજના છવાઇ છે. બપોર સુધીમાં તમામ બેઠકોનું પરિણામ જાહેર થઇ જવાની સંભાવના છે.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ચુંટણી યોજાયા બાદ ઇવીએમમત ગણતરી સ્‍થળોએ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે ગોઠવી દેવામાં આવ્‍યા છે. જયા સવારથી ૮ વાગ્‍યાથી મત ગણતરી હાથ ધરવામાં આવશે. અને બપોર સુધીમાં તમામ બેઠકોનું પરિણામ જાહેર થઇ જશે.

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકની મતગણતરી તા.૮ ડિસેમ્‍બરને સવારે ૮ કલાકે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઇજનેરી મહાવિદ્યાલય ખાતેથી પ્રારંભ થશે.કુલ ૧૪ ટેબલ મતગણતરી થશે અને ૩૦૦ રીઝર્વ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ મત ગણતરીમાં ફરજ બજાવશે.

વિધાનસભા સામાન્‍ય ચુંટણી-ર૦રર અંતર્ગત પ્રથમ અને બીજા તબકકાની ચુંટણી યોજાઇ ગઇ છ.ે ત્‍યારે જુનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકની મતગણતરી આગામીતા.૮ ડિસેમ્‍બરના થશે.ે આ મતગણતરી જુનાગઢ કુષિ યુનિવર્સિટીના ઇજનેરી મહાવિદ્યાલય ખાતે સવારે ૮ કલાકથી શરૂ થશે તેમજ મતગણતરી માટે નિર્ધારિત પ્રક્રિયા સવારે ૬-૩૦ કલાકે શરૂ થઇ જશે. આ મતગણતરી ૧૪ ટેબલ ઉપર થશે આ મતગણતરીમાં ૩૦૦ જેટલા રીઝર્વ સહિતના અધિકારીઓ - કર્મચારીઓ ફરજ બજાવશે.આ મતગણતરીમાં માઇક્રો ઓબ્‍ઝર્વર તરીકે બેન્‍ક અને એલઆઇસીના સ્‍ટાફને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ કાઉન્‍ટીંગ સુપરવાઇઝર તરીકે વર્ગ-૧ અને ર ના રાજય પત્રિતઅધિકારીઓ અને વર્ગ-૩ના કર્મચારીઓ કાઉન્‍ટીંગ આસ્‍ટીસ્‍ટ તરીકે કામ કરશે મતગણતરી સમય દરમ્‍યાન પોલીસ અને આર્મી જવાનોનો ચુસ્‍તબંદોબસ્‍ત રહેશે.

રાજકોટ જિલ્લાની ૮ વિધાનસભા બેઠકની મત ગણતરી કણકોટ એન્‍જીનીયરીંગ રીસીવિંગ સેન્‍ટર ખાતે થશે. જેમાં ૧૪-૧૪ ટેબલ પર સવારે ૮ વાગ્‍યાથી ૧૪ સુપરવાઇઝર અને ૧૪ માઇક્રો ઓબ્‍ઝર્વર સહિત ૧૫૦૦ કર્મીઓ મત ગણતરીમાં જોડાશે. સૌપ્રથમ બેલેટ પેપર અને તે પછી ઇ.વી.એમ માં પડેલા મતોની અને તે બાદ ઇ.વી.એમમાં પડેલા મતોની મતગણતરી થશે.

જામનગર જિલ્લાની ૫ વિધાનસભાની બેઠક પર સરેરાશ ૬૦.૦૧ ટકા મતદાન થયું છે. જેમાં પાંચેય બેઠક ઉપર ૧૨,૦૮,૫૭૧ મતમાં ૭,૨૫,૩૧૮ મત ૧૨૮૭ ઇવીએમ મશીનોમાં પડયા છે. આ તમામ ઇવીએમ મશીન હાલ પોલીસ પહેરા વચ્‍ચે જામનગર શહેરની હરીયા કોલેજમાં રૂમોમાં સીલ કરાયા છે. તા. ૮ ડિસેમ્‍બરના સવારે ૮ વાગ્‍યાથી મત ગણતરી શરૂ થશે. મત ગણતરી માટે તંત્રએ ૬૭ ટેબલ પર ૯૬ રાઉન્‍ડમાં ૧૨૮૭ ઇવીએમ મશીનમાં ૭,૨૫,૩૧૮ મતની ગણતરી કરવામા઼ આવશે. જેમાં પોલીસના ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે ૫૦૮ કર્મચારીઓ મત ગણતરી કરશશે. તેમજ હરીયા કોલેજમાં ત્રણ શીફટમાં ૫૭ પોલીસકર્મીઓ અને પેરા મીલીટ્રી ફોર્સના ૪૦ જવાનો મળી કુલ ૯૭ સુરક્ષા જવાનોનો ૨૪ કલાક પહેરો છે.

મોરબીમાં વિધાનસભાની ત્રણ બેઠક માટેની મત ગણતરી ઘુંટુ ગામે સરકારી પોલીટેકનીલ કોલેજમાં થશે. ૧૪-૧૪ ટેબર પર સુપરવાઇઝર, માઇક્રો ઓબ્‍ઝર્વર સહિત ૧૨૦૦નો સ્‍ટાફ મત ગણતરી કરશે. જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકની મતગણતરી તા. ૮ ડિસેમ્‍બરને સવારે ૮ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઇજનેરી મહાવિદ્યાલય ખાતેથી પ્રારંભ થશે. કુલ ૧૪ ટેબલ મતગણતરી થશે અને ૩૦૦ રીઝર્વ સહિતના અધિકારઓ-કર્મચારીઓ મતગણતરીમાં ફરજ બજાવશે.

અમરેલી જિલ્લામાં ૫ વિધાનસભાની બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી હતી. અને બાદમાં તમામ ઇવીએમ મશીનોને હાલમાં અમરેલીમાં આવેલ પ્રતાપરાય આર્ટ્‍સ કોલેજ ખાતે સ્‍ટ્રોંગ રૂમમાં સીલ બંધ મુકવામાં આવ્‍યા છે અને તા. ૮ ને ગુરૂવારના રોજ આ જ સ્‍થળે મત ગણતરીની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી માટે તમામ બેઠક દીઠ ૮૫ લેખે કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. તમામ બેઠકોમાં ૧૪ ટેબલો રાખીને તેના પર ગણતરી કરવામાં આવશે. કુલ ૧૪૧૨ ઇવીએમ મશીનો છે. ૪૨૫ કર્મીઓ મત ગણતરી કરશે.

ગીર સોમનાથ જિલ્લાની ૪ બેઠક પર થયેલા મતદાનની વેરાવળની ચાંડુવાવ ગામે એન.જે. સોનેચા કોલેજમાં ગણતરી થશે. જેમાં સવારે ૮ વાય્‍યાથી ૧૫ ટેબલ પર ૧૫ સુપરવાઇઝર, ૧૫ માઇક્રો ઓબ્‍ઝર્વર સહિત ૨૦૦નો સ્‍ટાફ જોડાશે. એસ.આર.પી.ની એક બટાલીયન અને પોલી બંદોબસ્‍ત વચ્‍ચે મત ગણતરી હાથ ધરાશે. પોરબંદર અને કુતિયાણા બેઠક પર થયેલા મતદાનની મત ગણતરી તા. ૮ ડીસેમ્‍બર ના સવારે ૮ વાગ્‍યાથી પોરબંદરની પોલીટેકનીક કોલેજ ખાતે થશે. જેમાં ૧૪-૧૪ ટેબલ પર થી ૧૫૦ કર્મચારીઓ મત ગણતરી કરશે. જ્‍યારે મત ગણતરી સ્‍થળ પર પોલીસના ૨૬ અધિકારીઓ અને ૩૦૦ જવાનોનો બંદોબસ્‍ત રહેશે.

દેવભૂમિ દ્વારકાની દ્વારકા અને ખંભાળીયા બેઠકની મત ગણતરી ખંભાળીયાની એસ.એન.ડી.ટી. હાઇસ્‍કૂલ ખાતે ૮મીએ સવારે ૮ વાગ્‍યે હાથ ધરાશે. જેમાં ૧૪-૧૪ ટેબલ પર ૧૫૦ કર્મીઓ મત ગણતરી કરશે. જેમાં એસ.પી., ૩ ડી.વાય.એસ.પી., ૯ પી.આઇ., ૨૨ પી.એસ.આઇ, ૨૮૦પોલીસ, ૩ પેરા મીલીટરી ફોર્સ, ૨૦૦ થી વધુ જી.આર.ડી. અને એસ.આર.ડી.નો સ્‍ટાફ ખડેપગે રહેશે.

ભાવનગરમાં ૭ બેઠકની મત ગણતરી અહીં વિદ્યાનગર સરકારી ઇજનરેી કોલેજમાં થશે. જેમાં ૧૪૫૦ કર્મીઓ મત ગણતરી કરશે. સુરેન્‍દ્રનગરથી ૫ બેઠકની મત ગણતરી એમ.પી.શાહ આર્ટસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં થશે. જેમાં ૮૦૦થી વધુ કર્મીઓ જોડાશે. ૧૪ ટેબલ પર ઇ.વી.એમ. અને ૩ ટેબલ પર પોસ્‍ટલ બેલેટમાં પડેલા મતોની ગણતરી થશે.

બોટાદની ૨ બેઠકની મત ગણતરી મોડેલ સ્‍કૂલ ખાતે થવાની છે.

 

કયા જીલ્લામા કયા મતગણતરી

જીલ્લા મતગણતરી સ્થળ

રાજકોટ કણકોટ ઍન્જીનીયરીંગ કોલેજ

જામનગર હરીયા કોલેજ

મોરબી સરકારી પોલીટેકનીક કોલેજ-ઘુટુ

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી

અમરેલી પ્રતાપરાય આર્ટસ કોલેજ

ગીર સોમનાથ ઍન.જે. સોનેચા કોલેજ ચાંડુવાવ

દેવભૂમિ દ્વારકા ઍસ.ઍન.ડી.ટી. હાઇસ્કુલ-ખંભાળીયા

સુરેન્દ્રનગર ઍમ.પી.શાહ આર્ટસ ઍન્ડ સાયન્સ કોલેજ

પોરબંદર પોલીટેકનીક કોલેજ

બોટાદ મોડેલ સ્કુલ

(11:34 am IST)