Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

છેતરપીંડીના બનાવમાં રૂા. ૭૬,૦પ૬ પરત મેળવી આપતી દ્વારકા સાયબર ક્રાઇમ સેલ

ખંભાળીયા તા. ૬ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિએ સાયબર ક્રાઇમ ગુન્‍હા અટકાવવા તથા શોધવા અંગેની સુચના આપ્‍યા મુજબ અત્રેના જીલ્લામાં સાયબર ક્રાઇમ સેલ પોલીસ ઇન્‍સ્‍પેકટર ટી. સી. પટેલના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ સેલ, દેવભૂમિ દ્વારકાના પો. હેડ કો. ધરણાંતભાઇ કે. બંધિયા, પો. હેડ કો. મુકેશભાઇ એ. કેશરીયા, પો. કો. હેભાભાઇ કે. ચાવડા, પો. હેડ કો. હેમંતભાઇ ડી. કરમૂર દ્વારા સાયબર ક્રાઇમના બનાવોમાં દેવભૂમિ દ્વારકા જીલ્લા સાયબર ક્રાઇમ સેલ હંમેશા ભોગ બનનારને તાત્‍કાલીક મદદરૂપ થાય છે.

અત્રેના જીલ્લામાં સાયબર ક્રાઇમને લગતા બનાવમાં અરજદાર વિજયભાઇ મનસુખલાલ કટારીયા, રે. જેકેવીનગર, ખંભાળીયા, વાળાને તેમના મો. ફોનમાં મેસેઝ આવેલ કે તમારૂ લાઇટ બીલ ભરવાનું હોય, જે તાત્‍કાલીક ભરી દેવુ, જો લાઇટ બીલ ભરવામાં નહિ આવે તો લાઇટ કનેકશન કાપી નાખવામાં આવશે. જે મેસેઝમાં એક મો. નં. આપવામાં આવેલ તે મો. નં. માં અરજદારશ્રીએ સંપર્ક કરતા સામાવાળાએ તાત્‍કાલીક બીલ ભરવાના બહાને અરજદારશ્રીના ક્રેડીટ કાર્ડ નં. સીવીવી. ઓટીપી વિગેરે જેવી માહિતી પડાવી લીધેલ. જે અન્‍વયે અરજદારશ્રીના ક્રેડીટ કાર્ડમાંથી (૧) રૂા. ૪૬,૦ર૮ (ર) રૂા. ૩૦,૦ર૮ એમ કુલ રૂા. ૭૮,૦પ૬ ઉપડી ગયેલ જે બનાવમાં અરજદાર દ્વારા તાત્‍કાલીક સાયબર ક્રાઇમ સેલ, દેવભૂમિ દ્વારકાનો સંપર્ક કરતા સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા આ બનાવમાં ભોગ બનનારને મદદરૂપ થઇ તાત્‍કાલીક જરૂરી પત્ર વ્‍યવહાર તથા ટેકનીકલ રીસોર્સના આધારે ભોગ બનનારની કુલ રૂા. ૭૮,૦પ૬ પરત મેળવી આપેલ છે.

 

(10:57 am IST)