Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

દ્વારકા જિલ્લામાં કાર સાથે નીલગાય અથડાઇઃ બે ટ્રકો અથડાયા

ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે સ્‍થળે અકસ્‍માતના બનાવો બન્‍યા હતા જેમાં ૧૦૮ ની ટીમ દ્વારકા દ્વારા બચાવ તથા મદદરૂપ થવા કામગીરી કરવામાં આવી હતી.

દ્વારકા ભાટીયા રોડ પર ગોરીંથી ગામ પાસે એક કાર સાથે નીલગાય અથડાતા નીલગાયને ઇજા થઇ હતી જેથી ૧૯૬ર ની ટીમના ડો. પ્રુસી ભાસ્‍કર તથા પરેશભાઇ કરંગીયા દ્વારા ફોરેસ્‍ટ વિભાગને જાણ કરી નીલગાયની સારવાર કરીને તેને સલામત રીતે ખસેડાઇ હતી.

ખંભાળીયા-જામનગર રોડ પર બે ટ્રક  સાથે અથડાતા અકસ્‍માત થતાં તેમાં એક વ્‍યકિતને ઇજા થતાં તેને ખંભાળીયા હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયોહતો.

(10:51 am IST)