Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મોરબીમાં મહિલા સફાઈ કર્મચારી સાથે દુષ્કર્મ આચરનાર બંનેના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે.

મોરબીના રવાપર ગામ નજીક રાત્રી સફાઈ કરતી આધેડ વયની મહિલા કર્મચારીને ધારીયું બતાવી કારમાં અપહરણ કરીને બે ઇસમોએ દુષ્કર્મ આચર્યું હોય જે બનાવ બાદ પોલીસે ફરિયાદ નોંધી બંને આરોપીને ઝડપી લઈને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ આજે પૂર્ણ થતા બંનેને જેલહવાલે કરવામાં આવ્યા છે

મોરબીના રવાપર ગામ નજીક શુક્રવારે મધરાત્રે રાત્રી સફાઈ કરતા આશરે 55 વર્ષના મહિલા સફાઈ કર્મચારી ઉપર બે હવસખોરોએ ધારીયું બતાવી કારમાં બેસાડીને અવવારું જગ્યાએ લઈ જઈ મોઢે ડૂમો દઈને દુષ્કર્મ આચર્યું હતું અને મહિલાને માર મારતા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હા જે બનાવને પગલે એ ડીવીઝન પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા
સીસીટીવી ફૂટેજને આધારે આરોપી આશિષ હેમંતભાઈ આદ્રોજા અને પંકજ અશ્વિનભાઈ પરમાર રહે મોરબી વાળાને ઝડપી લીધા હતા અને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બંને આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા આજે બંને ઇસમોને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે

 

(11:22 pm IST)