Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ધોરાજી શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ તરીકે નરેશભાઈ રાઠોડની વરણી કરવામાં આવી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ તરીકે નરેશભાઈ રાઠોડની વરણી કરવામાં આવી હતી

રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મનોજભાઇ રાઠોડ એ ધોરાજી શહેર અનુજાતિ મોરચાના પ્રમુખ તરીકે ધોરાજીના જાણીતા એડવોકેટ નરેશભાઈ રાઠોડની વરણી કરતાધોરાજી ભાજપ કાર્યાલય ખાતે અનુ.જાતિ મોરચો ભાજપ દ્વારા ખાસ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં પ્રદેશ ભાજપના સભ્ય વી.ડી.પટેલ જીલ્લા મહામંત્રી ઓબીસી કિશોરભાઈ રાઠોડ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઇ માથુકિયા અનુ જાતિ મોરચાના સૌરાષ્ટ્રના મીડિયા પ્રભારી ભારતભાઈ બગડા પોરબંદર જિલ્લાના પ્રભારી તુષારભાઈ સોંદરવા તેમજ પ્રદેશ અનુ જાતિ મોરચાના સદસ્ય બાલુભાઈ વિંઝુડા શહેર ભાજપ કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા વિગેરે જિલ્લા ભાજપ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ અને જિલ્લા અનુ જાતિ મોરચાના પ્રમુખ મનોજભાઇ રાઠોડના માર્ગદર્શન હેઠળ ધોરાજીના યુવા એડવોકેટ નરેશભાઈ રાઠોડ ને ધોરાજી અનુ જાતિ મોરચાના પ્રમુખ તરીકે જાહેરાત કરી તેમણેખેસ પહેરાવી સ્વાગત સાથે અભિનંદન પાઠવ્યા હતા
રાજકોટ જીલ્લાનાં ભાજપ કારોબારી સભ્ય રાજુભાઈ બાલધા ધોરાજી શહેર ભાજપ મહામંત્રી વિજય ભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલીયા ધોરાજી શહેર ભાજપના ઉપપ્રમુખ કૌશિકભાઈ વાગડીયા, વિજયભાઈ અંટાળા, મહેશભાઈ પટેલ, કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા, અનુ.જાતિ મિડિયા સેલના શામજીભાઈ રાઠોડ, અનુ.જાતિ મોરચાના હોદેદારો કાનજીભાઈ સોલંકી, રામજીભાઈ વાઘેલા, મુકેશભાઈ ભાસ્કર, તુષારભાઈ જેઠવા,પાર્થ પરમાર, જીતેશભાઈ રાઠોડ, રામભાઇ સોદરવા, પ્રકાશ મુછડીયા,કિશોરભાઈ પરમાર મહેન્દ્રભાઈ પરમાર, રાજુભાઈ ચૌહાણ, યશ મકવાણા, તેમજ અન્ય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને નવા પ્રમુખ તરીકે નરેશભાઈ રાઠોડ ને શુભેચ્છા સહ અભિનંદન પાઠવેલ.
આ તકે નવનિયુક્ત અનુ જાતિ મોરચાના પ્રમુખ નરેશભાઈ રાઠોડે સૌનો આભાર માની ભારતીય જનતા પાર્ટીને કાર્યશૈલી પ્રમાણે અનુ.જાતિ સમાજની સેવા કરવા બાબતે ખાસ ભાર મૂક્યો હતો

(9:24 pm IST)