Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ભુજમાં આવેલા ડોપ્લર રડાર 250 કિલોમીટરની ત્રિજ્યા સુધીમાં વાદળોની ગતિવિધિ માપી વરસાદની શક્યતાઓ અંગે માહિતી આપે છે

આ રડારનું કાર્ય ખરાબ વાતાવરણ હોય ત્યારે, તથા વાવાઝોડાં, ગાજવીજ સાથે વરસાદ હોય ત્યારે આ સિસ્ટમ દ્વારા લાઈવ મોનિટરીંગ કરવામાં આવે છેઃ કચ્છ જ નહીં પુરા ગુજરાતમાં એક જ ડોપ્લર રડાર ભુજમાં આવેલું છે

ભુજ: ગુજરાતનું એક માત્ર ડોપ્લર વેધર રડાર કચ્છના ભુજમાં આવેલું છે. આ વેધર રડાર ભુજની ઓળખ બની ગયું છે. ભુજની મુલાકાતે આવતા લોકોને એક બિલ્ડિંગ પર સફેદ ગોળો જોઈને આશ્ચર્ય થતું હોય છે આ શું છે. તમને જાણીને આશ્ચર્ય થશે આ જ ડોપ્લર વેધર રડાર છે. જે કુદરતી ઘટનાઓ અંગે સંશોધન કરી સચોટી માહિતી આપે છે. આ રડાર 250 કિલોમીટરની ત્રિજ્યા સુધીમાં વાદળોની ગતિવિધિ માપી વરસાદની શક્યતાઓ અંગે માહિતી આપે છે. આ ખાસ યંત્ર મોટા ફુગ્ગાના આકારનું છે જેને હવામાં છોડીને વિવિધ સ્તરે નિરીક્ષણ કરવામાં આવે છે. તો નેફેલોમીટર અને એથેલોમીટરથી હવાનું પ્રદૂષણ માપવામાં આવે છે. ત્યારે આ વેધર રડારની મદદથી વરસાદ, પ્રદૂષણ અને હવામાં ધુમાડાની માત્રાની સચોટ માહિતી મળી રહે છે.

કચ્છ જ નહીં પુરા ગુજરાતમાં એક જ Doppler weather radar ભુજમાં આવેલું છે. કચ્છ જિલ્લામાં જ્યારે કોઈ પણ નવી વ્યક્તિ ભુજની મુલાકાત લે અથવા ભુજના શહેરીજનો શહેરના રસ્તાઓ પરથી પસાર થાય એટલે એક ઊંચી ઇમારત ઉપર મોટો સફેદ ગોળો જોઈ બધાને આશ્ચર્ય થતું હોય છે. આ ઈમારત કચ્છના હવામાન વિભાગની કચેરી છે અને તેના પર આવેલો આ વિશાળ સફેદ ગોળો વરસાદની આગાહી કરવા માટેનું યંત્ર છે. આ યંત્રને ડોપ્લર ટેકનોલોજી રડાર કહેવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાં આ રડાર ફક્ત કચ્છના મુખ્ય મથક ભુજમાં આવેલું છે. આ રડાર 250 કિલોમીટરની ત્રિજ્યા સુધીમાં વાદળોની ગતિવિધિ માપી વરસાદની શક્યતાઓ જણાવે છે.

ભૂકંપ બાદ કચ્છનો ઘણો વિકાસ થયો છે તથા અનેક ભેટ આ જીલ્લાને મળી છે તેના ભાગ રૂપે જીલ્લા મથક ભુજમાં અધ્યતન ટેકનોલોજી યુક્ત રડાર સીસ્ટમ પણ મળી છે. જે જગ્યાએ જુનું બિલ્ડીંગ હતું તેની પાસે જ નવેસરથી કરોડોના ખર્ચે નવું બિલ્ડીંગ  ઉભું કરવામાં આવ્યું છે. આ સીસ્ટમની મદદથી વરસાદ , ગાજવીજ સાથે વરસાદ કે વાવાઝોડું વગેરે જેવી આગાહી આ રડાર દ્વારા કરી શકાય છે. આ રડાર 250 કિમી સુધીની ત્રિજ્યા રેંજ ધરાવે છે એટલે કે 500 કિમી સુધીના હવામાન અંગેની માહિતી તથા આગાહી મેળવી શકાય છે.

કચ્છ અને ગુજરાત માટે પણ મહત્વનું કહી શકાય તેવું આ ડોપ્લર રડાર હાઈટેક ટેકનોલોજી યુક્તમાં કુદરતી ઘટનાઓની સચોટ માહિતી આપતી સુવિધાઓથી સજ્જ છે. આ સિવાય વિભાગ પાસે હવાના વિવિધ સ્તરે નિરીક્ષણ કરવા માટે એક ખાસ યંત્ર છે. આ યંત્ર જે એક ફુગ્ગાના આકારનો છે તેને હવામાં છોડી વિવિધ સ્તરે નિરીક્ષણ કરવામાં આવે છે. ઉપરાંત વિભાગ પાસે પ્રદૂષણ માપણી માટે પણ બે સંસાધનો nephelometer and aethalometer છે.જેના ઉપયોગથી વાતાવરણમાં પ્રદૂષણની માત્રા તેમજ વાતાવરણમાં ધુમાડાની માત્રા પણ માપી શકાય છે.

આમ, આ Doppler weather radar જે પૂરા ગુજરાત રાજ્યમાં ભુજમાં જ છે અને જે ડોપ્લર પ્રિન્સિપલ પર કામ કરે છે. આ રડારનું કાર્ય ખરાબ વાતાવરણ હોય ત્યારે, તથા વાવાઝોડાં, ગાજવીજ સાથે વરસાદ હોય ત્યારે આ સિસ્ટમ દ્વારા લાઈવ મોનિટરીંગ કરવામાં આવે છે અને આગાહી પણ કરવામાં આવે છે તથા હવાના વિવિધ સ્તરે નિરીક્ષણ કરવા અને વાતાવરણમાં પ્રદૂષણની માત્રા માપવા માટે આ યંત્રો ખાસ ઉપયોગી છે.

(4:36 pm IST)