Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

જુનાગઢની છુટાછેડા લીધેલ યુવતિની મદદે પોલીસ રાજકોટ રહેતા પતિ પાસેથી નવો ચેક અને પુત્રીનુ સર્ટીફીકેટ લેવડાવી દીધું

જુનાગઢ તા. ૬ : શહેરના મધુમર વિસ્તારમાં રહેતી યુવતી રાધા (નામ બદલાવેલ છે) કે જેને રાજકોટ ખાતે કોઠારીયા રોડ હુડકો નજીક જમીન મકાનની લે-વેચ કરતા યુવાન સાથે લગ્ન કરવામાં આવેલ જેનો ઘરસંસાર બરાબર નહીં ચાલતા, પોતાની દીકરી સાથે યુવતી પોતાના પિયર જુનાગઢ ખાતે આવતી રહેલ હતી. બંને કુટુંબો દ્વારા રાજીખુશીથી યુવતીને બે લાખ રૂપિયા આપી, છુટાછેડા લેવાનું નકકી કરી, યુવક દ્વારા બે લાખ રૂપિયાનો ચેક આપવામાં આવેલ. હતો. યુવક દ્વારા આપવામાં આવેલ ચેકમાં લખવામાં આવેલ રકમમાં કારસ્તાન કરી, શબ્દોમાં અને આંકડામાં જુદી-જુદી રકમ લખી યુવક દ્વારા દગો કરવામાં આવ્યો તેમજ પોતાની દીકરીનું લિવીંગ સર્ટી પણ આપવામાં આવેલ નહી અને ઉતાવળ કરી, ખામી ભરેલો ચેક આપી છુટાછેડાના કાગળો ઉપર સહી કરાવી લીધેલ હતી. યુવતી દ્વારા થોડા સમય બાદ ચેકમાં રકમ જોતા શબ્દોમાં બે લાખ રૂપિયા અને આંકડામાં ર૦ લાખ રૂપિયા લખવામાં આવેલ હોઇ, વકીલ મારફતે પોતાના પૂર્વ પતિ એવા રાજકોટના યુવાનને જાણ કરતા, પોતે જાણી જોઇને જ છુટાછેડાના કાગળો ઉપર સહી કરાવવા કારસ્તાન કર્યું હોવાની વાત કરતા, યુવતીના પગ નીચેથી જમીન સરકી ગયેલ અને પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાની તેમજ પોતાની દીકરીને સ્કુલમાં બેસાડવાની હોઇ, યુવક દ્વારા લિવિંગ સટી પણ નહી આપતા છુટાછેડા લીધેલ યુવતી મુંજાઇ ગયેલ હતી જેથી પોતાની માતા સાથે ડી.વાય.એસ.પી પ્રદિપસિંહ જાડેજાને મળી. આપવીતી જણાવી. દુઃખી હૃદયે પોલીસ દ્વારા મદદ કરવા વિનંતી કરવામાં આવેલ હતી.

ડી.વાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજા, સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.એસ.શાહ, પો.સ.ઇ.જે.જે. ગઢવી તથા સી.પી. ના એ.એસ.આઇ. શોભાબેન, પો.કો.મનીષાબેન, ભાવેશભાઇ, અમરાભાઇ સહિતના સ્ટાફ દ્વારા યુવતીની રજુઆતના આધારે રાજકોટ ખાતેથી પૂર્વપતિ એવા યુવાન તથા તેના કૌટુંબીજનોને તાત્કાલીક બોલાવી સમજાવી દેતા, યુવક અને તેના કુટુંબીજનો પરિસ્થિતિ પામી ગયા હતા અને પોતાની ભુલનો સ્વીકાર કરી નવો ચેક આપી, પંદર દિવસમાં યુવતીને રૂપિયા આપી દેવાની કબુલાત કરેલ હતી ઉપરાંત યુવતીની પુત્રીનું સર્ટીફીકેટ પણ પરત આપી દીધું હતું.

જુનાગઢ શહેર ખાતે છુટાછેટા લીધેલ યુવતી રાધા સાથે થયેલ પૂર્વપતિ દ્વારા કરવામાં આવેલ છેતરપીંડી બાબતે સી.પી. દ્વારા મદદ કરી નવા ચેક તથા દીકરીનું લિવિંગ સર્ટીફીકેટ પરત આપવામાં આવતા. મહિલા દ્વારા પોતાની દીકીરને પણ સ્કુલમાં બેસાડવામાં આવેલ હતી. યુવતીને પોતાનો પ્રશ્ન સોલ્વ થઇ જતા અને પોતાની દીકરીને સૂકલમાં પ્રવેશ મળતા યુવતી અને તેની માતા ભાવ વિભોર થઇ ગયેલ હતા. જુનાગઢની પોલીસની સંવેદનશીલ અને પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે જુનાગઢની યુવતીને મદદ મળેલ હતી. યુવતીના પરિવારજો દ્વારા જુનાગઢ પોલીસની સી.પી. નો આભાર વ્યકત કરવામાં આવેલ હતો.

(2:49 pm IST)