Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજકોટ જીલ્લા અને શહેરમાં ૧૯ જગ્યાએ લોખંડની પ્લેટોની ચોરી કરનાર તસ્કર બેલડી ઝબ્બે

રૂરલ ક્રાઇમ બ્રાંચે જેતપુર પંથકમાંથી તસ્કર બેલડીને દબોચી લઇ ચોરીનો ભેદ ઉકેલ્યો

જેતપુર, ગોંડલ, લોધીકા અને રાજકોટ શહેર એરીયામાંથી ૧૯ જગ્યાએ લોખંડની પ્લેટોની ચોરી કરતી ગેંગના બે ઇસમોને રૂ. ૩,૯૦,૦૦૦ રૂ.ના મુદામાલ સાથે એલસીબીએ ઝડપી લીધા હતા. એલસીબીના પીઆઇ અજયસિંહ ગોહીલ તથા ટીમ જેતપુર પંથકમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેની ટીમના હે.કો.નિલેસ ડાંગર, બાલકૃષ્ણ ત્રિવેદી, દિવ્યેશ સુવાને રૂપક બોહરાને ખાનગી રાહે હકીકત મલી કે બે શખ્સો ચોરી કરેલી લોખંડની પ્લેટો સાથે ચોરીનો માલ સગેવગે કરવાની પેરવી કરી રહયા છે. આ વાત મળતા જ પોલીસે વિનોદ જેરામભાઇ જેઠવા (રહે. રાજકોટ) અમીત કિશોરભાઇ કારડીયા (રહે. રાજકોટ)ને લોખંડની પ્લેટ નંગ ૩૭૮ કી. રુ.ા ૩,૭૮,૦૦૦ મો.સા. એક કિ. રૂ. ૧૦,૦૦૦ મોબાઇલ એક કિ. રૂ. ર૦૦૦ કુલ રૂ. ૩,૯૦,૦૦૦ સાથે ઝડપી પાડી જેતપુર પોલીસને હવાલે કર્યા હતા. જયારે હજુ એક ઇસમને પકડવાનો બાકી હોય તેની શોધખોળ આદરી છે. પકડાયેલ તસ્કર બેલડીએ રાજકોટ જીલ્લાના જેતપુર, ગોંડલ, શાપર, લોધીકા તથા રાજકોટ શહેરમાંથી કુલ ૧૯ જગ્યાએ લોખંડની પ્લેટો ચોરી કર્યાની કબુલાત આપી હતી. તસ્વીરમાં પકડાયેલ તસ્કર બેલડી નજરે પડે છે.

(1:12 pm IST)