Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ધોરાજીની મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: ૨ બાળકોએ માતાની છત્રછાંયા ગુમાવી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ૬ :. જીતવડના પાટીયા પાસે આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં મજુરી કરી પેટીયુ રડતા ભાવનગરના વતની સાયદુબેન મુસ્તુફાભાઈ મોઈન (ઉ.વ. ૩૦)વાળા પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈ જતા ૧૦૮માં ધોરાજી સરકારી દવાખાને લાવતા પીએમ અંગે કાર્યવાહી હાથ ધરાય છે અને કયા કારણોસર ગળાફાંસો ખાધો ? તે અંગે ધોરાજી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાય છે. મરણ જનારને ૧ પુત્ર અને ૧ પુત્રીએ માતાની છત્રછાંયા ગુમાવી છે.

(1:01 pm IST)