Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં સામાન્ય વધારોઃ નલીયા ૧૦.૬ ડિગ્રી

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની અસર બાદ આખો દિવસ ઉકળાટ

રાજકોટ તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડકમાં સામાન્ય વધારો થયો છે. આજે સૌથી નીચુ લઘુતમ તાપમાન કચ્છના નલીયામાં ૧૦.૬ ડિગ્ી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જયારે રાજકોટમાં ૧પ.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

વહેલી સવારે અને મોડીરાત્રીના સમયે સામાન્ય ઠંડકનો અનુભવ થયા બાદ આખો દિવસ અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. જો કે બપોરના સમયે ઉનાળા જેવા વાતાવરણનો અહેસાસ થાય છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ સોરઠના તાપમાનમાં વધારો થતા ગુલાબી ઠંડીમાં ધરખમ ઘટાડો થયો છે.

રવિવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૭.પ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે ૧૯.ર ડિગ્રીએ પારો સ્થિર થયો હતો જેના પરિણામે ગુલાબી ઠંડીમાં પણ ઘટાડો નોંધાયો હતો.

સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૦ ટકા અને પવનની ઝડપ ૪.૮ કિ.મી.ની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ર૮.પ મહત્તમ ૧૯.૭ લઘુતમ ૬૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. (૬.૧૭)

કયાં કેટલી ઠંડી

 

 

શહેર

લઘુતમ

તાપમાન

અમદાવાદ

૧૭.૯

ડિગ્રી

અમરેલી

૧૬.૬

ડિગ્રી

વડોદરા

૧૮.૦

ડિગ્રી

ભાવનગર

૧૮.પ

ડિગ્રી

ભુજ

૧પ.પ

ડિગ્રી

દમણ

ર૦.૬

ડિગ્રી

ડીસા

૧૭.૨

ડિગ્રી

દીવ

૧૮.૦

ડિગ્રી

જામનગર

૧૯.૭

ડિગ્રી

દ્વારકા

૧૮.ર

ડિગ્રી

કંડલા

૧ર.૦

ડિગ્રી

નલીયા

૧૯.૬

ડિગ્રી

ઓખા

રર.૮

ડિગ્રી

પોરબંદર

૧૭.૪

ડિગ્રી

રાજકોટ

૧પ.૮

ડિગ્રી

સુરત

ર૦.ર

ડિગ્રી

વેરાવળ

૧૯.૯

ડિગ્રી

(12:54 pm IST)