Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજુલાના રવુભાઇ ખુમાણની પ્રદેશ કિશાન મોરચાના કારોબારી સભ્ય તરીકે નિમણુક

રાજુલા,તા.૬ : કાઠી ક્ષત્રીય સમાજ અગ્રણી રવુભાઈ ખુમાણ અગાઉ રાજુલા નગરપાલિકા પ્રમુખ તરીકે પણ સેવા આપી ચુકયા છે અને ત્યારબાદ અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે ફરજ બજાવ્યા બાદ પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય તરીકે નિમણુક થતા સમગ્ર જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આવકાર્યા આ ઉપરાંત રાજુલા જાફરાબાદ કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા પણ અભિનંદન આપી આવકાર્યા જયારે ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં વર્ષોથી નિષ્ઠા પૂર્વક કામગીરી કરી રહ્યા છે તેને લઈ સ્થાનીક સ્વરાજની ચૂંટણીથી લઈ વિધાનસભા લોકસભા ચૂંટણીઓ સમયે મહત્વ પૂર્ણ જવાબદારીઓ સંગઠન દ્વારા સોંપવામા આવે છે ધારી બગસરા વિધાનસભા પેટા ચૂંટણી વખતે પણ કાર્યકરો સાથે મહત્વની કામગીરી કરી હતી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત રાજયના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ અત્યાર સુધી ટોચના નેતા ઓ તેમની નિષ્ઠાપૂર્વક કામગીરીથી પરિચયમાં છે

જેના કારણે રાજય સરકારના મહત્વના કાર્યક્રમ અને સંગઠનના કાર્યક્રમ દરમ્યાન રવુભાઈ ખુમાણને મહત્વની જવાબદારી ઓ સોંપવામાં આવે છે જયારે મહત્વની વાત એ છે તાલુકા અને જિલ્લામાં તેમના તૈયાર કરેલા કાર્યકરોની ટીમ સાથે સાથે આ કાર્યકરો સતત સતા વગર સંગઠનમાં રહી પ્રજા હીતના કામો કરી સતત લોક હિતના પ્રશ્નનો ને વધુ મહત્વ આપે છે આજે કિસાન મોરચાની ટીમમા નિમણુક થતા શહેરના આમ નાગરિકો સામાજિક સંસ્થા, વેપારી,મધ્યમ વર્ગ,ગરીબ પરિવારો,ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદેદારોમા હર્ષની લાગણી જોવા મળી હતી.(૨૨.૧૯)

જેતપુર, ગોંડલ, લોધીકા અને રાજકોટ શહેર એરીયામાંથી ૧૯ જગ્યાએ લોખંડની પ્લેટોની ચોરી કરતી ગેંગના બે ઇસમોને રૂ. ૩,૯૦,૦૦૦ રૂ.ના મુદામાલ સાથે એલસીબીએ ઝડપી લીધા હતા. એલસીબીના પીઆઇ અજયસિંહ ગોહીલ તથા ટીમ જેતપુર પંથકમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેની ટીમના હે.કો.નિલેસ ડાંગર, બાલકૃષ્ણ ત્રિવેદી, દિવ્યેશ સુવાને રૂપક બોહરાને ખાનગી રાહે હકીકત મલી કે બે શખ્સો ચોરી કરેલી લોખંડની પ્લેટો સાથે ચોરીનો માલ સગેવગે કરવાની પેરવી કરી રહયા છે. આ વાત મળતા જ પોલીસે વિનોદ જેરામભાઇ જેઠવા (રહે. રાજકોટ) અમીત કિશોરભાઇ કારડીયા (રહે. રાજકોટ)ને લોખંડની પ્લેટ નંગ ૩૭૮ કી. રુ.ા ૩,૭૮,૦૦૦ મો.સા. એક કિ. રૂ. ૧૦,૦૦૦ મોબાઇલ એક કિ. રૂ. ર૦૦૦ કુલ રૂ. ૩,૯૦,૦૦૦ સાથે ઝડપી પાડી જેતપુર પોલીસને હવાલે કર્યા હતા. જયારે હજુ એક ઇસમને પકડવાનો બાકી હોય તેની શોધખોળ આદરી છે. પકડાયેલ તસ્કર બેલડીએ રાજકોટ જીલ્લાના જેતપુર, ગોંડલ, શાપર, લોધીકા તથા રાજકોટ શહેરમાંથી કુલ ૧૯ જગ્યાએ લોખંડની પ્લેટો ચોરી કર્યાની કબુલાત આપી હતી. તસ્વીરમાં પકડાયેલ તસ્કર બેલડી નજરે પડે છે.

(12:49 pm IST)