Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ઉપલેટા યાર્ડના ચેરમેન-વાઇસ ચેરમેનની વરણી

 ઉપલેટા માર્કેટીંગ યાર્ડ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ચેરમેન તરીકે જેન્તીભાઈ બરોચીયા અને વાઈસ ચેરમેન તરીકે હરિભાઈ ઠુંમરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડીયા નગરપાલિકા પ્રમુખ મયુર સુવા નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા યારના ડિરેકટર નિકુલભાઈ ચંદ્રવાડીયા સહિતના ભાજપના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેન-વાઇસ ચેરમેનની વરણી કરાય તે તસ્વીર.

(11:50 am IST)