Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ભાવનગરમાં બે દિવસમાં કોરોનાના ૧૫ પોઝિટિવ કેસ નોંધાયા

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૬ : ભાવનગર શહેર કોરોના ના રવિવારે  ૪ પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે એકટિવ કેસની સંખ્યા વધી ૨૭ થઈ છે.ભાવનગર શહેરમાં  ૩ પુરુષ અને ૨ મહિલા સહિત કુલ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગરમાં બે દિવસમાં ૧૫ કેસ અને  દસ દિવસ દરમ્યાન ભાવનગરમાં કુલ ૨૭ નવા પોઝિટિવ કેસ નોંધાતા ફરી કોરોનાનો ડર લોકોમાં ફેલાયો છે.

(11:45 am IST)