Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

જામનગરમાં ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીના ઘરે ટયુશનમાં આવતા ૭ બાળકોની શોધખોળ

પ્રથમ કેસ આવ્યા બાદ તંત્ર દ્વારા વિવિધ કામગીરી : દર્દીને મળેલા સગા-સબંધીઓના રિપોર્ટ કરાવાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૬ : ઓમિક્રોનના શંકાસ્પદ બે દર્દીઓ ગઇકાલે મળ્યા તેના ઘરે ટયુશનમાં આવતા સાત બાળકોની શોધખોળ તંત્રએ હાથ ધરી છે.
ઝીમ્બાબ્વેથી જામનગર આવેલા ૭૨ વર્ષીય વૃધ્ધના ઓમિક્રોન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પત્ની અને સાળાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. આ બંને દર્દીઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડયા છે.
સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ૭૨ વર્ષીય વૃધ્ધના સાળાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેમના પત્ની ઘરે ટયુશન કલાસ ચલાવતા હોય અને તેમાં સાત બાળકો ટયુશનમાં આવતા હોય તેઓને ગોતી અને કોરોન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઓમિક્રોન રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમનો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે ફેરવી દીધો છે.
તેઓના અંગત નવ વ્યકિતઓના રીપોર્ટ કર્યા છે. તેમજ આસપાસના ૩૧ વ્યકિતઓના આરટીપીસીઆર રિપોર્ટ કરેલ છે. જામનગર ગુજરાતમાં આ પ્રથમ કેસ આવેલો હોવાથી તંત્ર સજાગ બની કામે લાગ્યું છે.

 

(11:12 am IST)