Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ઓખા ભાજપ દ્વારા કારોબારી બેઠક

મીઠાપુરઃ સોસાયટી વિસ્તારના સૂર્યમુખી હનુમાનજીના મંદિરે ઓખા શહેર ભાજપ દ્વારા એક કારોબારી બેઠક ગત તા. ૫-૧૨-૨૦૨૧ના રોજ યોજવામાં આવી હતી. આ બેઠક દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલના અધ્યક્ષ સ્થાને ગોઠવવામાં આવી હતી. આ કારોબારી બેઠકમાં આ જ જીલ્લા તથા તાલુકાના મહામંત્રીઓ, પ્રભારીઓ, ઓખા નગરપાલિકાના પ્રમુખ, ઉંપપ્રમુખ, ચૂંટાયેલા સભ્યો, કાર્યકરો વગેરે જોડાયા હતા. આ ઉંપરાંત આ બેઠકમાં યુવા નેતા અને ઉંચ્ચ અભિગમ ધરાવતા અને સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેકના પુત્ર સહદેવસિંહ પબુભા માણેક દ્વારા પણ હાજરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમા આ મહાનુભાવો દ્વારા સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતી લોકોની સુખાકારીની યોજનાઓ કેમ લોકો સુધી વધુમાં વધુ પહોંચાડવી તથા દરેક યોજનાઓનો લાભ કેવી રીતે લોકોને અપનાવવો ? તે પર વિશેષ ભાર મુકયો હતો. આ બેઠકમાં ભાજપના ઘણા શુભચિંતકો પણ જોડાયા હતા (તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)


 

(10:40 am IST)