Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સબ જુનિયર અન્ડર બહેનોની રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં મોરબીના વિધાલયની ટીમ વિજેતા.

મોરબી :ગુજરાત રાજ્ય કબડ્ડી એસો દ્વારા આયોજિત ૩૧ મી ગુજરાત રાજ્ય સબ જુનિયર અન્ડર ૧૬ બહેનોની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની ૨૨ જેટલી ટીમોએ ભાગ લીધો હતો

જેમાં મોરબી જીલ્લાનું નેતૃત્વ નવજીવન વિધાલય (DLSS) બહેનોની ટીમે કર્યું હતું અને ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરથી વિજેતા બનીને સતત ત્રીજા વર્ષે ટીમનો દબદબો જાળવી રાખી ચેમ્પિયનશીપમાં હેટ્રિક મારી મોરબી જીલ્લાનું નામ રોશન કર્યું છે  જે સિદ્ધિ બદલ સિનિયર કોચ રવિભાઈ ચૌહાણ, શાળા કેમ્પસ ડાયરેક્ટર ડી. બી. પાડલિયા અને કોચ વિજયભાઈ ચૌધરીએ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાની ઉત્તરાખંડમાં યોજાનાર સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.

(11:36 pm IST)