Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મોરબીના રાજપર નજીક કારમાં દારૂની મહેફિલ માણતા ત્રણ ઝડપાયા.

મોરબીના રાજપર ગામ નજીક કારમાં બેસીને ઈંગ્લીશ દારૂની મહેફિલ માણતા ત્રણ શખ્શોને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાજપર ચેક પોસ્ટ નજીક કાર જીજે ૧૨ જે ૭૭૯૭ માં ઈંગ્લીશ દારૂની મહેફિલ માણતા હરેશ વાલજી આગરીયા( રહે અંતરજાડ ગાંધીધામ કચ્છ), સંદીપ ઘનશ્યામ ઠક્કર( રહે ભુજ કચ્છ )અને મયુર શંભુભાઈ હેઠવાડિયા (રહે અંજાર કચ્છ) એમ ત્રણ શખ્શોને ઝડપી લીધા હતા અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(11:35 pm IST)