Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

અરબી સમૂદ્રમાં પવન વાવાઝોડુ સક્રિય: વેરાવળ અને પોરબંદરમાં વરસાદી છાંટા:માછીમારોને એલર્ટ કરાયા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણ વાદળછાયુ

અમદાવાદ :અરબી સમુદ્રમાં પવન નામના વાવાઝોડુ સક્રિય થયું છે જેના કારણે દિવસ દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણ વાદળછાયુ રહ્યું હતુ. ઠારનું પ્રમાણ વધ્યુ છે. પોરબંદર અને વેરાવળમાં વરસાદના છાંટા પડયા હતા. બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વેરાવળમાં રાત્રીના હળવા વરસાદી છાંટા વરસ્યા હતા. સવારથી સુર્યનારાયણના દર્શન થયા ન હતા.

   પોરબંદર શહેર જીલ્લા માં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતુ. શહેરમાં બપોરે હળવા છાંટા પડતા માર્ગો ભીના થઇ ગયા હતા અને વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતુ. વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે

રાજકોટમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતુ.જામનગરમાં પુરા થતાં 24 કલાકમાં મહત્તમ તાપમાન રપ ડીગ્રી અને ન્યુનત્તમ તાપમાન 20 ડીગ્રી જેટલું રહ્યુ હતું.છેલ્લા તા.4,5અને 6 દરમ્યાન રાત્રીનું તાપમાન 21 ડીગ્રી અને દિવસનું મહત્તમ તાપમાન અનુક્રમે 30,29 અને 28 ડીગ્રી રહ્યું હતું

(10:42 pm IST)