Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

સફરજનની આડમાં કચ્છ આવેલો લાખોનો દારૂ ઝડપાયો એક આરોપી ઝડપાયો ૪ના નામ ખુલ્યા

ભુજ તા.૬:  પોલીસ ની કડક દારૂબંધી ની નેમ વચ્ચે પણ કચ્છ માં લાખો રૂપિયાનો દારૂ ઘુસાડવાના -યત્ન ચાલુ છે અને આવોજ નવતર -યાસ બુટલેગરો દ્વારા કરાયો હતો જેને પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નિષ્ફળ બનાવ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમી ના આધારે વરસાણા નજીક એક ટ્રક રોકી હતી અને તપાસ કરતા તેમાં સફરજન ની આડ માં છુપાવેલ ૧૨.૬૮ લાખ ની કિંમત નો દારૂ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ૩૬૨૪ બોટલ કિંમત ૧૨.૬૮.૪૦૦ કબ્જે કર્યો હતો તો અન્ય એક કાર તથા ટ્રક મોબાઈલ સહિત અંદાજિત ૩૩ લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે તો દારૂ ની ખેપ કરનાર રાધનપુર ના નવાબખાન કમાલખાન સિંધી ની ધરપકડ કરી છે જ્યારે એક અજાણ્યા શખ્સ સહિત અન્ય ૩ વ્યકિત સામે અંજાર પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

કચ્છ માં અગાઉ અને વર્તમાન માં મોટા ભાગના કિસ્સામાં ટ્રક ડ્રાઇવર જેવા નાના વ્યકિતઓ પકડાય છે પણ માલ મંગાવનાર કે માલ મોકલનાર ના માત્ર નામ ખુલે છે અથવા તો તેની માહિતી મળે છે પણ તપાસ માં પોલીસે ના હાથ તેમના સુધી પહોંચતા નથી ત્યારે આ કિસ્સામાં અન્ય આરોપી પોલીસ ના હાથે લાગે છે કે નહીં તે જોવું મહત્વ નું બની રહેશે પોલીસે કચ્છ માં લાખો નો માલ મંગાવનાર અને ત્યાં થી મોકલનાર વ્યકિતઓ ની કડી મેળવવા કવાયત શરૂ કરી છે જો કે કચ્છ માં પાછલા દિવસોમાં ઝડપાયેલ જથ્થો ક્યાં મોટા બુટલેગર ઘુસાડવાનો -યત્ન કરી રહ્યા છે તે પણ જાણવું એટલું જ પોલીસ માટે જરૂરી છે

(3:36 pm IST)