Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

હૈદરાબાદ બહુચર્ચિત ગેંગરેપ ના આરોપીઓનુ એન્કાઉન્ટર કરાતા જામનગરમાં પોલીસની કામગીરી ને બિરદાવી : ફટાકડા ફોડી આવકાર

જામનગર : હૈદરાબાદના બહુચર્ચિત ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર બાદ હૈદરાબાદ પોલીસની સરાહના થઈ રહી છે ત્યારે જામનગરમાં પણ જ્યારે નરાધમોનુએન્કાઉન્ટર કર્યુંએની ખુશીમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ એ ઉજવણી કરી છે.

હૈદ્રાબાદ ગેંગરેપ ના આરોપીના એન્કાઉન્ટર કરવા બદલ જાંબાઝ પોલીસ અધિકારી ના સમર્થન માં અને પીડિતા ને ન્યાય મળ્યો તેના માટે અને બીજી વાર કોઈ પણ નરાધામ આવું કૃત્ય કરવા નો વિચાર પણ ના કરી શકે એવા પ્રકારના પગલાં લેવા બદલ યુવક કૉંગ્રેસ જામનગર અને એન એસ યુ આઈ જામનગર દ્વારા ફટાકડા ફોડી એક-બીજાને મોઢા મીઠા કરાવી ને ઉજવણી કરવા માં આવી હતી.(તસવીરો : કિંજલ કારસરીયા,જામનગર)

(2:34 pm IST)