Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક સારા ભાવ મળતા ખેડૂતો વેચાણ કરવા પહોંચ્યા

ગોંડલ " એક તરફ અછતના કારણે દેશભરમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. તો બીજી તરફ રાજકોટનું ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની સારી આવક થઇ છે. કારણ કે, ડુંગળીના ઉંભા ભાવ મળતા ખેડૂતો વેચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડ પહોંચી રહ્યા છે. તેથી ડુંગળીના જથ્થામાં વધારો થયો છે. હરાજીમાં 20 કિલોના રૂ.450થી રૂ.2000ની આસપાસ ભાવ મળી રહ્યા છે. તેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

(1:20 pm IST)