Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

જામનગર આયુ.યુનિમાં આયુર્વેદીય સ્નાતકોતર પ્રશિક્ષણ વિષય પર આંતરરાષ્ટ્રીય સભા યોજાઇ

વિશ્વના ૨૨ દેશોના આયુર્વેદ નિષ્ણાતોએ ઉપસ્થિત રહી.રીસર્ચ-સંશોધનો રજુ કરેલ

જામનગર તા.૬: વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકારના આયુષ મંત્રાલયના સંયુકત ઉપક્રમે જામનગર ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલયના કેમ્પસમાં આવેલ આયુર્વેદીક સ્નાતકોત્તર પ્રશિક્ષણ એવં અનુસંધાન સંસ્થાન ખાતે ચાર દિવસીય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના ઉદ્ધાટન સમારોહમાં ભારત સરકારના આયુષ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી પ્રમોદ પાઠક, ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલયના માનનીય કુલપતિ શ્રી પ્રો.અનુપ ઠાકર, ડબલ્યુ.  એચ.ઓ.ના સાઉથ ઇસ્ટ એશિયા રિજનલ ઓફિસ (SEARO)ના ક્ષેત્રીય સલાહકાર ડો.સું ગચોલ કીમ તથા ડબલ્યુ એચ.ઓ.હેડકવાર્ટર જીનીવાથી પધારેલ ડો.ગીતા કૃષ્ણના ઉપસ્થિત રહ્યાં હતા.

કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવેલ. આ ૪ દિવસીય આંતરાષ્ટ્રીય સભાનો મુખ્ય હેતુ આયુર્વેદ પંચકર્મ, અને યુનાની ચિકિત્સા પદ્ધતિની પ્રેકિટસ અને ટ્રેનિંગ માટેના ડ્રાફટને અંતિમ સ્વરૂપ તરફ લઇ જવાનો પ્રયાસ રહ્યો. આ ઉદ્દેશની પુર્તિમાટે જીનીવાથી પધારેલા વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીઓ ઉપરાંત વિશ્વના ૨૨ પ્રતિનિધિ દેશો જેવા કે ભારત, અર્જે ટીના બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, સ્વિટ્ઝરલૈંડ, ન્યુઝીલેંડ, રશ્યિા, સ્પેન, અમેરિકા, ઇટલી, તંજાનિયા, મોરિશિયસ, યુ.એ.ઇ, જર્મની, મલેશિયાથી પધારેલા વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા ત્રણ વર્કિગ ગ્રુપ મીટિંગમાં આયુર્વેદ, પંચકર્મ, અને યુનાની ચિકિત્સા પદ્ધતિ માટે એક નિશ્તિ માપદંડ નિર્ધારિત કરવા માટે પ્રેકિટસ અને ટ્રેનિંગ ડોકયુમેંટ ઉપર સઘન વિચાર વિમર્શ કરીને વિદ્ધાનોએ તેમના પોતાના મંતવ્યો રજૂ કર્યા આ ૪ દિવસની સભાના અંતે પ્રત્યેક વર્કિગ ગ્રુપના પ્રતિનિધિઓએ સર્વાનુમતે લેવાયેલા મંતવ્યો રજૂ કર્યા હતા. જેના આધારે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભવિષ્યમાં આયુર્વેદ, પંચકર્મ અને યુવાનીની ચિકિત્સા પદ્ધતિના પ્રેકિટસ અને ટ્રેનિંગ વિશે અંતિમ મુસદો તૈયાર કરવામાં આવશે.

(1:01 pm IST)