Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

જામનગરમાં પુરવઠા રાજ્યમંત્રી જાડેજાની લોક દરબારમાં લોક પ્રશ્નો સાંભળ્યા

જામનગર તા.૬: અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકપ્રશ્નોના નિવારણ અર્થે વોર્ડ નંબર ૧ અને વોર્ડ નંબર ૬માં લોક દરબાર યોજયો હતો. જેમાં વોર્ડ નં.૧માં રામ મંદિર, મજુર કલ્યાણ કેન્દ્રની બાજુમાં, ધરારનગર-૧ ખાતે સાંજે  ૦૫ૅં૦૦ કલાકથી ૦૬ૅં૦૦ કલાક દરમિયાન અને વોર્ડ નં.૬માં પ્રજાપતિ જ્ઞાતિની વાડી, મયુર નગર ખાતે સાંજે ૦૬:૦૦ થી ૦૮:૦૦ દરમિયાન લોકોને મળી તેમના પ્રશ્નો જાણી અને નિવારણ અર્થે તંત્રને અને જરૂરી વ્યવસ્થાપકોને સૂચનો કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્વભાઈ મોદીના પ્લાસ્ટિક મુકત ભારતના સ્વપ્ન અંતર્ગત રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ વોર્ડના લોકોને કાગળની થેલી વિતરણ કરી હતી અને પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા સુચન કર્યુ હતુ. આ સમયે રાજયમંત્રીશ્રી દ્વારા લોકોને તેમના પ્રશ્નો સરળતાથી અને સુચારૂ રીતે ઉકેલી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપી હતી.

આ લોક દરબારમાં મેયર હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, વિમલ કગથરા તે વિસ્તારના કોર્પોરેટરો અને સ્થાનિક નાગરીકો ઉપસ્થિત રહ્યાં હતા.

(1:00 pm IST)