Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

જામનગર એરફોર્સ સ્ટેશનમાં એકિસસ બેંકની શાખાનો પ્રારંભ

જામનગરમાં એર ફોર્સ સ્ટેશનમાં સંપૂર્ણપણે કાર્યરત શાખા શરૂ કરનાર ખાનગી ક્ષેત્રની પ્રથમ બેંક બની

જામનગર, ૬: ભારતમાં ખાનગી ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી બેંક એકિસસ બેંકે દેશમાં ભારતીય વાયુદળનાં પ્રતિષ્ઠિત બેઝ જામનગર એર ફોર્સ સ્ટેશનમાં એની નવી શાખાનું ઉધ્દ્યાટન કર્યું છે. આ શાખા સાથે એકિસસ બેંક શહેરમાં સંરક્ષણ ક્ષેત્રનાં અધિકારીઓ અને તેમનાં પરિવારજનોની જરૂરિયાતો પૂર્ણ કરવા વિવિધ બેંકિંગ ઉત્પાદનો અને સેવાઓની રેન્જ પૂરી પાડતી ખાનગી ક્ષેત્રની પ્રથમ બેંક બની જશે.

આ  નવી શાખાનું ઉદ્ઘાાટન જામનગર એર ફોર્સ સ્ટેશનનાં એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર વી એમ રેડ્ડીએ એકિસસ બેંકનાં ગુજરાત સર્કલનાં હેડ અને સીનિયર વાઇસ પ્રેસિડન્ટમૃગેશ સુથાર અને એકિસસ બેંકનાં સેલેરી એન્ડ ટીએએસસી પ્રોગ્રામનાં હેડ અનિરૂદ્ઘ મહેશ્વરીની હાજરીમાં કર્યું હતું. આ ઉપરાંત એકિસસ બેંક અને ભારતીય વાયુદળનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતાં. આ નવી શાખા જામનગરનાં એર ફોર્સ સ્ટેશનમાં યુનિટ રન કેન્ટીન નજીક  સ્થિત છે.

આ શાખા મુખ્ય બેંકિંગ સેવાઓ પૂરી પાડવા ઉપરાંત યુનિફોર્મ્ડ પર્સનલની જરૂરિયાતો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલા સેલેરી એકાઉન્ટ શ્નપાવર સેલ્યુટલૃઅંતર્ગત યુનિફોર્મ્ડ ફોર્સની કામગીરી પૂર્ણ કરવાનું જાળવી રાખવા કટિબદ્ઘ છે.

આ શાખાનાં ઉદ્દ્યાટન પર એકિસસ બેંકનાં બ્રાન્ચ બેંકિંગનાં પ્રેસિડન્ટ અને હેડ શ્રી રવિ નારાયણને કહ્યું હતું કે, 'અમે આપણા સશસ્ત્ર દળો અને તેમનાં પરિવારજનોની નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવા એમને વિશેષ અને શ્રેષ્ઠ બેંકિંગ સેવાઓ પ્રદાન કરી છે. જયારે સશસ્ત્ર દળો દેશ અને એનાં નાગરિકોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ઘ છે, ત્યારે અમે એમની નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવા કટિબદ્ઘ ટીમ પૂરી પાડી છે. અમે દેશનાં સશસ્ત્ર દળોને વધારે સુવિધા આપવા શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરવાનું જાળવી રાખીશું.'

એકિસસ બેંક ભારતીય સેના અને નૌકાદળનાં અધિકારીઓને 'પાવર સેલ્યુટ'સેવાઓ પ્રદાન કરે છે.

(12:57 pm IST)