Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

જુનાગઢ જીલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ રાવતભાઇ લાવડીયાની પુત્રી સાક્ષીના શુભ લગ્ન યોજાયા : મહાનુભાવોના આશીર્વાદ...

રાજકોટઃ જુનાગઢ જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાવતભાઇ ઘુસાભાઇ લાવડીયા તથા વિજુબેન લાવડીયાની સુપુત્રી સાક્ષીના શુભ લગ્ન જામનગર નિવાસી હરિભાઇ લાખાભાઇ છૈયા તથા વિજયાબેન છૈયાના સુપુત્ર અમીત સાથે રીયલ પર્લ પાર્ટી પ્લોટ રાજકોટ ખાતે યોજાયેલ જેમાં સગા, સ્નેહીઓ, રાજકિય આગેવાનો, સામાજીક આગેવાનો ઉપસ્થીત રહી નવદંપતી ને આશીર્વાદ પાઠવેલ આ પ્રસંગે ખાસ ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા, જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ તેમના ધર્મપત્ની અલ્કાબેન ભારદ્વાજ,આહીર સમાજના અગ્રણીઓ લાભુભાઇ ખીમાણીયા, નાગદાનભાઇ ચાવડા, કુંભાભાઇ ડાંગર (સુલતાનપુર), ભાનુભાઇ મેતા, ઘનશ્યામભાઇ હેરભા, ગૌતમભાઇ કાનગડ, ગોવિંદભાઇ કાનગડ, સહીતના આગેવાનો તથા સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થીત રહી આશીર્વાદ પાઠવીયા હતા. તથા પુત્રી સાક્ષીના શુભ લગ્ન પ્રસંગે લાવડીયા પરીવાર સાથેના નજીકના સબંધ ધરાવતા ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પણ લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી હતી.

(12:56 pm IST)
  • વિવાદાસ્પદ સ્વયંભૂ બાબા નિત્યાનંદ સ્વામીનો પાસપોર્ટ રદ કરતી ભારત સરકાર : પાસપોર્ટ માટેની નવી અરજી પણ રદ કરી દીધી access_time 8:20 pm IST

  • ઉત્તરી સીરિયામાં તુર્કીના કાફલા પર બોમ્બથી હુમલો : ઉતરી સીરિયાના તુર્ક સમર્થિત લડાકુઓના નિયંત્રણવાળા ક્ષેત્રમાં એક તુર્કી કાફલાને નિશાન બનાવાયું : કાર બોમ્બથી હુમલો access_time 1:25 am IST

  • જાણીતા ઉદ્યોગપતિ કે એમ. બિરલાએ કહ્યું કે મોદી સરકાર જો કોઈ રાહતો નહિં આપે તો વોડાફોન - આઈડિયા બંધ કરી દેવા પડશે access_time 12:55 pm IST