Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

લાલપુરના ભૂગર્ભ ગટરકામમાં ગેરરિતીની તપાસ કરવા ચિરાગભાઇ કાલરીયા દ્વારા પુનઃ રજૂઆત

જામજોધપુર તા.૬ : ભુગર્ભ ગટર યોજનામાં મોટાપાયે કથિત ગેરરીતી અંગે તપાસ કરવા ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાએ તપાસ કરવા પુનઃ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી તપાસ ઝડપી બનાવવા માંગણી કરી છે.

ધારાસભ્ય ચિરાગભાઇએ જણાવેલ કે, રૂબરૂ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત લાલપુરની ભુગર્ભ ગટર યોજનામાં કરોડો રૂપિયાના કામમાં હલકી ગુણવતાવાળા પાઇપ સિમેન્ટ વગેરે વાપરીને ગેરરીતી અંગે પુરતી તપાસ કરવા તેમજ ભુગર્ભ ગટરની તપાસ વેગવાન બનાવવા માંગણી કરી છે.

(11:57 am IST)