Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ઉપલેટાના કોલકીમાં પાક નિદર્શનમાં જોડાતા ખેડૂતો

ઉપલેટાઃ ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં રાસી સીડ્સ દ્વારા કપાસના ઉભા પાક ઉપર પાક નિદર્શન કેમ્પ યોજાયો હતો જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર પરમાર જી એન એફ સીના રામ અને રાસી સીડ્સના રામશીભાઈ ખોડભાયા ઉપસ્થિત રહ્યા હતા.કપાસમાં સંકલિત જીવાત નિયંત્રણ માટે યોગ્ય પગલાં વિશે વાત કરવામાં આવી હતી કોલકી ગામ વર્ષોથી ખેતીમાં આગળ પડતું ગામ છે આ ગામના અનેક ખેડુતો દ્વારા આધુનિક ટેકનોલોજી દ્વારા ઉત્ત્।મ ખેતી કરવામાં આવે છે આ ગામના પ્રગતિશીલ ખેડુત શ્રી ચંદુભાઈ પટેલ દ્વારા રાસી મેજીક કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં એક વિદ્યે વીસ મણ કપાસનું ઉત્પાદન લઈ લીધું છે હજુ આટલૂજ ઉત્પાદન મળશે તેમ જણાવ્યું હતું.

(11:57 am IST)