Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ખેડૂતોની માંગણી પ્રમાણે સમાધાનકારી વલણઃ કુંવરજીભાઇ બાવળીયા

મોરબી નજીક બ્રાહ્મણી-૨થી સાદુળકા પાણીની પાઇપલાઇન અંગે બેઠક મળી

મોરબી, તા. ૬: પાણી પૂરવઠા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને બ્રાહ્મણી-૨ થી સાદુળકા સુધી પાણીની પાઇપલાઇન નાંખવા મુદ્દે ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઇ હળવદ ધારાસભ્યશ્રી પરસોત્ત્।મભાઇ સાબરીયા તેમજ જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર કોન્ફરન્સ હોલમાં મળેલી બેઠકમાં પાણી પૂરવઠા કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ બ્રાહ્મણી-૨ થી સાદુળકા પીવાના પાણીની પાઇપલાઇન નાંખવાની યોજના મુદ્દે હકારાત્મક અને સમાધાનકારી વલણ અપનાવી સૌને ન્યાય મળે તે પદ્ઘતિની કામગીરી આગળ વધારવા અધિકારીશ્રીઓને સુચનાઓ આપી હતી. સંબંધિત ગામોને ખેડૂતોને સાપ મરે નહીં અને લાકડી તૂટે નહીં તેવું સમાધાનકારી વલણ રાખીને આગળની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.

પાણી પૂરવઠા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ પણ કેનાલમાં નિર્ધારિત પાણીનું સ્તર જાળવી રાખવા નેમ વ્યકત કરી હતી. વધુમાં મંત્રીશ્રીએ ખેડૂતોને વિશ્વાસમાં રાખી, સમાધાનકારી વલણ અપનાવી ખેડૂતોને નુકસાન કે અન્યાય ન થાય તે રીતે સમયસર પ્રોજેકટ પૂર્ણ કરવા નિર્ધાર વ્યકત કર્યો હતો.

આ બેઠકમાં હળવદ ધારાસભ્ય પરસોત્ત્।મભાઇ સાબરીયા, જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ, પાણી પૂરવઠા બોર્ડના અધિકારીઓ, સિંચાઇ વિભાગ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડી.બી. ગજેરા, સ્થાનિક અગ્રણી જયોતિસિંહ જાડેજા તથા સંબંધિત ગામોને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

(11:56 am IST)