Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ગોંડલ ભાજપ અગ્રણી ને બદલે ડમી પરીક્ષાર્થી ઝડપાતા ફોજદારી પગલાં ભરવા મુખ્યમંત્રીને ફરિયાદ

ગોંડલ ભાજપ અગ્રણી ને બદલે ડમી પરીક્ષાર્થી ઝડપાતા ફોજદારી પગલાં ભરવા મુખ્યમંત્રીને ફરિયાદ

ગોંડલ, તા.૬:ગોડલ એમ.બી.કોલેજમાં પ્રથમ વર્ષ બી.એ. ની સેમેસ્ટર ૧.ની પરીક્ષામાં ગોડલ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ને ગેજેટ્સ થવાના અભરખા થતા કોલેજમાં દાખલ થયા હતાં પરંતુ પરીક્ષા સમયે પોતાની જગ્યાએ ડમી છાત્ર ને પરીક્ષા ખંડમાં બેસાડતા હોવાની વિગતો શહેર કોગ્રેસ પ્રમુખ સહિતના ને થતાં જનતા રેડ કરી હતી પરંતુ તકનો લાભ લઈને છાત્ર નાશી ગયો હતો ત્યારે કોલેજ સંચાલકો ને પેપર સહિતનુ સાહિત્ય કબ્જે આપીને ફોજદારી કરવાનીઙ્ગ માંગ કરી હતી પરંતુ કોપી કેસ ની કાર્યવાહી કરતાં કોંગ્રેસ અગ્રણીઓએ રાજયપાલ .મુખ્યમંત્રી શિક્ષણમંત્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ સહિતના ને લેખીત ફરિયાદ કરી ફોજદારી કરવાની માંગ કરવામાં આવી છે

એમ.બી.કોલેજ ખાતે ગોંડલ શહેર કોગ્રેસ પ્રમુખ ભાગેરાજસિહ જાડેજા દિનેશ પાતર સહિતના અગ્રણીએ એમ.બી.કોલેજમાં સેમેસ્ટર ૧.ની પરીક્ષામાં બ્લોક નંબર ૨ .સીટ. નંબર ૧૫૨૭૩૨ ઉપર ગોડલ તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ અલ્પેશ ગોવિંદભાઈ ઢોલરીયા ના સ્થાને ડમી છાત્ર પરીક્ષા આપી રહ્યો હોવાની વિગતો મળતાં જનતા રેડ કરી હતી એ સમયે ડમી છાત્ર પરીક્ષા આપી રહ્યો હોવાનું સ્પષ્ટ થતાં દેકારો મચી ગયો હતો છાત્ર ની પુછપરછ થતાં તક સાધીને નાશી છૂટયો હતો ત્યારે તેમને લખેલી ઉત્ત્।રવહી તેમજ અન્ય સાહિત્ય કબજે લેવાયું હતું ત્યારે કોગ્રેસી આગેવાનોએ ડમી છાત્ર બેસાડનાર અલ્પેશ ઢોલરીયા સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી પરંતુ કોપી કેસની કાર્યવાહી કરતાં એમ.બી.કોલેજ યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિ અને ભાજપ ત્રણેય ની આબરૂ નુ ધોવાણ થયું હતુંઙ્ગ

યુનિવર્સિટી પરીક્ષા પધ્ધતિમાં સી.સી.ટી.વી.કેમેરાની નજર હેઠળ પરીક્ષા લેવાતી હોય છે નિરીક્ષકો પણ આઈ કાર્ડ તપાસીને વર્ગખંડ માં પ્રવેશ અપાવતા હોય છે જયારે આ બનાવ માં આવું થયું છે કે કેમ તે પણ એક તપાસનો વિષયઙ્ગ બનવા છેઙ્ગ જો આમ તપાસ કરવામાં નિરિક્ષણ વામણા પુરવાર થયા હોય તો ઘોર બેદરકારી કહેવાય મોટાભાગના છાત્રો તનતોડ મહેનત અગાઉ થી કરતાં હોયછે અને વગ ધરાવતા ને ડમી છાત્ર ને કારણે અન્ય છાત્ર ભોગ બનીને ટકાવારી માં પાછળ રહી જતાં હોય જેથી. આ બનાવમાં સી.સી.ટી.વી. કુટેજ મંગાવી તપાસ કરી પગલાં ભરવા જરૂરી બન્યાં છે હાલતો ડમી.છાત્ર ને લઈને શહેરનુ રાજકારણ પણ ચચાઙ્ખસ્પદ બન્યું છે જયારે સ્થાનિક કક્ષાએથી પગલાં ન ભરતા ગુજરાત રાજયપાલ .મુખ્યમંત્રીઙ્ગ શિક્ષણમંત્રી શિક્ષણસચિવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ સહિતના લાગતાવળગતા ને લેખીત ફરિયાદ કરી પગલાં ભરવાની કોગ્રેસી અગ્રણીઓએ માંગ કરી છે.

(11:54 am IST)
  • શેર બજારમાં મોટો કડાકો :૩૩૪.૪૪ પોઇન્ટ તૂટ્યા : આજે બપોરે શેર બજાર ૪૦૪૪૫.૧૫ એ બંધ થયું. નિફ્ટી પણ ૧૨૦૦૦ના આંકથી નીચે ચાલી ગઈ access_time 3:40 pm IST

  • રાત્રે 11-40 કલાકે ઉન્નાવ ગેંગરેપ પીડીતાએ અંતિમ શ્વાસ લીધા:પીડિતા દેશની રાજધાની દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં ખુબ જ નાજુક સ્થિતિમાં વેન્ટિલેટર પર હતી : ડોક્ટરોએ હરસંભવઃ કોશિશ કરી પરંતુ નિષ્ફ્ળ રહ્યાં : રાત્રે 8-30 બાદ પીડિતાની સ્થિતિ ખુબ જ ખરાબ બની હતી:હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું આજે એન્કાઉન્ટર થયું જયારે ઉન્નાવ ગેંગરેપ પીડિતાને અપરાધીઓએ સળગાવી નાખી હતી : 20 વર્ષીય પીડિતાને લખનૌ હોસ્પિટલમાંથી ગ્રીન કોરિડોર બનાવી દિલ્હીમાં સારવાર માટે લવાઈ હતી access_time 1:09 am IST

  • રાજયના મુખ્ય સચિવ અનિલ મુકીમની કલેકટરો સાથે પ્રથમ વીસીઃ ર૬ જાન્યુઆરીએ મગફળી સહિતના મુદે કરી સમીક્ષા... : રાજયના નવા મુખ્ય સચિવ અનિલ મુકીમે આજે રાજકોટ કલેકટર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રથમ વીસી યોજી હતીઃ રાજકોટમાં ર૬ જાન્યુ.ની રાજયકક્ષાની ઉજવણી-મગફળી ખરીદી- કાયદો વ્યવસ્થા-ખેતીને નુકશાન-મહેસુલ કામગીરી- પંચાયતી કામગીરી સહિતના મુદે સમીક્ષા યોજી... access_time 3:38 pm IST