Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ઉનામાં સોનાના ચેઇનની ચીલઝડપ કરવા જતા રાજકોટનો યુવાન ઝડપાયો

ઉના, તા. ૬ : પોસ્ટ ઓફીસ ચોકમાં ચાલીને જતા મંજુબેન આહીરના ગળામાંથી સોનાનો ચેઇન કિ.રૂ. ૪૦ હજારની ચીલઝડપ કરવા જતા બાઇક સવાર રાજકોટના જીતુ વલ્લભ રાઠોડ દેવીપૂજકને લોકોએ પકડીને પોલીસને સોંપી દીધો હતો.

ચીલઝડપ કરનાર જીતુની સાથે રહેલ રાજકોટના લખન બચુ નાસી ગયેલ છે. બન્ને સામે મંજુબેનના પુત્ર આહીર હીરેન પરબતભાઇએ ઉના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પીએસઆઇ એસ.એન. બાબીએ તપાસ હાથ ધરી છે.

(11:52 am IST)