Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

જખૌના દરિયામાંથી બે બોટ સાથે ૧૩ માછીમારોના અપહરણ વચ્ચે જામસલાયાની હરમકરમ બોટ અને પાંચ માછીમારો લાપત્તા

પાક મરીન સિકયુરિટીએ બે બોટના ૧૩ માછીમારોને પકડીને કરાંચીમાં ફરિયાદ નોંધી પણ એક બોટ બે દિવસથી લાપત્તા

ભુજ, તા.૬: પાકિસ્તાન મરીને જખૌના દરિયામાંથી બે ભારતીય બોટ સાથે ૧૩ માછીમારોને બુધવારે ઝડપીને તેમની સામે પાક સરહદમાં દ્યૂસવાની ફરિયાદ નોંધાવી છે.

કરાંચી પોલીસમાં આ અંગે પાક મરીને કરેલી ફરિયાદ બાદ બોટ જપ્ત કરીને ૧૩ માછીમારોને કરાંચી જેલ હવાલે કરી દેવાયા છે. પરંતુ, જખૌના દરિયામાં પાંચ માછીમારો સાથેની એક બોટ ગુમ છે. આ બોટનું પાકિસ્તાન મરીને અપહરણ કર્યું હોવાની શંકા છે. જોકે, સત્તાવાર રીતે પાક મરીને બે બોટ સાથે ૧૩ માછીમારો સામે ફરિયાદ કરી હોય ગુમ થયેલી બોટે રહસ્ય સાથે ચિંતા સર્જી છે. હરમકરમ નામની આ બોટ જામસલાયાની છે અને જખૌમાં માછીમારી કરી રહી છે. તેમાં પાંચ માછીમારો હતા.

સલામતી એજન્સીઓ બે દિવસથી દરિયામાં સર્ચ ઓપરેશન કરી રહી છે પણ હરમકરમ બોટ અને પાંચ માછીમારોનો હજી અતોપતો નથી.

(11:51 am IST)