Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જસદણ પંથકના ગામડાઓમાં ખેડૂત જાગૃતિ કાર્યક્રમ યોજાયા

જસદણ,તા.૫: જી જી આર સી, ફાઉન્ડેશન, પોલિસીલ ઇરીગેશન કંપની, જી એસ એફ સી, જસદણ દ્વારા ટપક પધ્ધતિથી ખેતી બાબતે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં બંધાલી, સોમાલપર, ભડલી, કોઠી ગામોના આશરે ૧૫૦ ખેડૂતો અને ગ્રામજનો એ ભાગ લીધેલ. આ કાર્યક્રમ માં ખેડૂતો ને ટપક પધ્ધતિ અને તેનાથી થતા ફાયદા વિશે સમજાવવામાં આવ્યાં. ખેડૂતોને ટપક આપવાથી ખર્ચ માં બચત અને મહત્ત્।મ આવક વિશેનીઙ્ગ

જી એસ એફ સી ના પ્રતિનિધિ દ્વારા ટપક દ્વારા પ્રવાહી રૂપ માં અપાતા ખાતર વિશે સમજાવવામાં આવ્યું અને તેના થી થતા ફાયદા વિશે સમજ આપવામાં આવી. રિલાયન્સ ફાઉન્ડેશન ના પ્રતિનિધિ શ્રી દિનેશ ભાઈ દ્વારા શિયાળુ ખેતી બાબતે રોગ અને જીવાત ના નિયંત્રણ બાબતે જરૂરી પગથિયાં બાબતે જાણ કરવામાં આવી. આમ તાલીમ દ્વારા ખેડૂત વર્ગ ને ટપક સિંચાઈ બાબતે વિગતવાર સમજણ આપવામાં આવી હતી.

(11:51 am IST)