Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ભાવનગરમાં રવિવારે ડાયગ્નોસ્ટીક ચેનલ એસ.આર.એલ ડાયગ્નોસ્ટીકસનો પ્રારંભ

ભાવનગર તા.૬ : વિશ્વની અગ્રગણ્ય ડાયગ્નોસ્ટીક ચેનલ એસ.આર.એલ ડાયગ્નોસ્ટીકસનો  તા.૮-૧૨-૨૦૧૯ તે રવિવારના રોજ ભાવનગર શુભારંભ થઇ રહ્યો છે. ભાવનગરની આ પ્રથમ એસઆરએલ લેબ છે અને ગુજરાતની આ ૧૧મી બ્રાંચ છે. જેનુ સંચાલન એનજીઆર હેલ્થકેર ભાવનગર દ્વારા કરવામાં આવશે.

ભારતમાં જે રીતે કવોલીટી ડાયગ્નોસ્ટીકની માંગ ઉભી થઇ રહી છે. તેને પુર કરવા માટે અને વધુ સારી સેવા મળતી થાય તે માટે કંપની હંમેશા પ્રતિબધ્ધ છે.  ભારતભરમાં એસઆરએલ પાસે ખૂબ જ સારા કવોલીફાઇડ ડોકટર્સની ટીમ છે. જે તેમના ગ્રાહકોને ઉતમ પ્રકારનું ડાયગ્નોસીસ આપવા માટે કટીબધ્ધ છે. ભાવનગરમાં કંપની દ્વારા બાયોકેમેસ્ટ્રી, હીમેટોલોજી, ઇમ્યુનોલોજી, કલીનીકલ પેથોલોજી, કોએગ્યુલેશન, સીરોલોજી, માઇક્રોબાયોલોજી તથા હીસ્ટોપેથોલોજી વગેરે પ્રકારની સર્વિસ ડો.ખ્યાતીબેન ટાંક (એમ.ડી.પેથોલોજીસ્ટ) દ્વારા પૂરી પાડવામાં આવશે.

એસઆરએલ ડાયગ્નોસ્ટીકસ પાસે ૪૧૮, લેબોરેટરી ૨૪ રેડીયોલોજી - ઇમેજીંગ સેન્ટર ૪૪ એનએબીએલ અને સીએપી માન્યતા પ્રાપ્ત લેબ છે. ૯૪૦૦ કલેકશન સેન્ટર છે. કંપની પાસે દુબઇ અને નેપાળમાં મોટી પેથ લેબ છે. તેમજ જૂદા જૂદા ૭૦ દેશોમાં કલેકશન પોઇન્ટ છે. કંપની ઘણા સમયથી જૂદી જૂદીરાજય સરકારો સાથે પીપીપી ધોરણે પાર્ટનરશીપથી કામ કરી રહી છે.

એસઆરએલ ડાયગ્નોસ્ટીકસ લેબોરેટરી મેડીસીન અને રેડીયોલોજી એમ બંને ક્ષેત્રમાં દર્દીઓને ઉતમ પ્રકારની સેવા આપવા કટીબધ્ધ છે. એસઆરએલ હંમેશા બદલતા પ્રવાહ સાથે અને નવીનતમ ટેકનોલોજી સાથે રહી ડાયગ્નોસ્ટીકસ ક્ષેત્રે નવી ઉંચાઇ બનાવી રહી છે.

તાજેતરમાં ઇકોનોમીક ટાઇમ્સ બેસ્ટ એવોર્ડ ૨૦૧૯ એસઆરએલ ડાયગ્નોસ્ટીકસ બેસ્ટ બ્રાન્ડ ઇન ડાયગ્નોસ્ટીકસ સર્વિસ ઇન પેથોલોજી એન્ડ રેડીયોલોજી માટેનો પ્રાપ્ત થયેલ છે.ભાવનગરની આ નવી પેથ લેબ ડાયગ્નોસ્ટીકસ ભાવનગરના અને ભાવનગરની આસપાસના લોકોને રાત દિવસ ૨૪*૭ સેવા આપવા હંમેશા કટીબધ્ધ રહેશે. તેમ ગૌરાંગ શેઠ, ડો.રીતેશભાઇ, અજયભાઇ કાનાબાર વગેરે જણાવ્યુ હતુ.

(11:50 am IST)