Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ન્યાય માટે આંદોલન કરનારા ભુખ્યા વિદ્યાર્થીઓને પરેશ ધાનાણીએ ખીચડી શાકનુ ભોજન કરાવ્યુ

રાજકોટ તા.૬: બિન સચિવાલય આંદોલનમાં વિદ્યાર્થી નેતા બનેલા યુવરાજસિંહે પરીક્ષા રદ કરવાની માંગ સાથે ચાલુ કરેલુ આંદોલન અધવચ્ચે જ સંકેલીને ચાલતી પકડી છે. જેના કારણે તેની સાથે રહેલા અવઢવમાં મુકાયા છે. આવી સ્થિતીમાં તમામ કોંગ્રેસી નેતાઓ વિદ્યાર્થીઓને પડખે ઉભા રહ્યા હતા. પરેશ ધાનાણીએ પરીક્ષા રદ નહી કરવામાં આવે ત્યાં સુધી ત્યાં જ બેસવાની જાહેરાત કરી છે. ત્યારે તેઓએ આખી રાત વિદ્યાર્થીઓ સાથે વિતાવી હતી. ભુખ્યા વિદ્યાર્થીઓને ખીચડી બટાકાનુ શાકનુ ભોજન કરાવ્યુ હતુ.

બિન સચિવાલય કલાર્કની પરિક્ષાના મામલામાં વિદ્યાર્થીઓ બે દિવસથી ભૂખ્યા ગાંધીનગરમાં બેસી રહ્યા છે. ત્યારે વિપક્ષી નેતા પરેશ ધાનાણી ગઇકાલે રાત્રે વિદ્યાર્થીઓ માટે ખીચડી અને બટેકાનુ શાક બનાવી લાવ્યા હતા. તેમણે સત્યાગ્રહોમાં તો બીજી તરફ આ આંદોલનને ટેકો આપવા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગાંધીનગર પહોંચ્યા હતા.

 સરકારે બનાવેલી SITની પહેલી બેઠક આજે ગાંધીનગરમાં મળશે. બિનસચિવાલય કલર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાના આક્ષેપોની તપાસ માટે રાજ્ય સરકારે ચાર સભ્યોની સીટની રચના કરી છે. રાજ્યના અગ્રસચિવ કમલ દયાણીને SITના ચેરમેન બનાવાયા છે. SITમાં એડિશનલ DGPને સભ્ય બનાવ્યા છે. પરીક્ષામાં ગેરરીતિની તપાસ ઼SIT કરશે. ગાંધીનગર રેન્જ IG મયંકસિંહ ચાવડાને પણ ઼SITના સભ્ય બનાવાયા છે. ઼SITનો રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી પરિણામ જાહેર નહીં કરવામાં આવે. ઼SITઁની તપાસમાં વિદ્યાર્થી નેતાઓની માગણીનો સ્વીકાર કરાયો છે. ૧૦ દિવસ તપાસ કરીને SIT સરકારને અહેવાલ સોંપશે. SITના રિપોર્ટ બાદ સરકાર આગળનો નિર્ણય કરશે.SIT ગૌણ સેવા મંડળનો કોઇ સભ્ય નથી કેમ કે અસિત વોરા સહિત અનેક એક પણ સભ્ય ઉપર વિદ્યાર્થીઓને ભરોસો  નથી. અસિત વોરાનુ વિદ્યાર્થીઓ રાજીનામુ માંગી રહ્યા છે.

(11:49 am IST)