Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

મોરબીમાં ડુંગળીનો હાર પહેરીને વિરોધ

ોરબીઃ ડુંગળીના ભાવો આસમાને પહોંચ્યા છે અને ગરીબોની થાળીમાંથી ડુંગળીની બાદબાકી જોવા મળે તેવી સ્થિતિ સર્જાઈ છે જેના વિરોધમાં સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશ બાંભણીયા અને જીજ્ઞેશ પંડ્યા સહિતના આગેવાનોએ પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે ડુંગળીના ભાવોનો વિરોધ કર્યો હતો જેમાં ગળામાં ડુંગળીનો હાર પહેરીને ડુંગળીના ભાવોનો વિરોધ કરાયો હતો તેમજ મહિલાઓએ પણ પોતાની વ્યથા ઠાલવી હતી અને વધતા ડુંગળીના ભાવો કાબુમાં લેવા સરકાર તાકીદે પગલા લે તેવી માંગ કરી હતી. તે તસ્વીર.

(11:47 am IST)
  • રાત્રે 11-40 કલાકે ઉન્નાવ ગેંગરેપ પીડીતાએ અંતિમ શ્વાસ લીધા:પીડિતા દેશની રાજધાની દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં ખુબ જ નાજુક સ્થિતિમાં વેન્ટિલેટર પર હતી : ડોક્ટરોએ હરસંભવઃ કોશિશ કરી પરંતુ નિષ્ફ્ળ રહ્યાં : રાત્રે 8-30 બાદ પીડિતાની સ્થિતિ ખુબ જ ખરાબ બની હતી:હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું આજે એન્કાઉન્ટર થયું જયારે ઉન્નાવ ગેંગરેપ પીડિતાને અપરાધીઓએ સળગાવી નાખી હતી : 20 વર્ષીય પીડિતાને લખનૌ હોસ્પિટલમાંથી ગ્રીન કોરિડોર બનાવી દિલ્હીમાં સારવાર માટે લવાઈ હતી access_time 1:09 am IST

  • હૈદ્રાબાદના પોલીસ એન્કાઉન્ટર સામે મેનકા ગાંધીનો પ્રચંડ રોષઃ પૂર્વ કેબીનેટ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું છે કે જે કાંઈ થયુ છે તે દેશ માટે ખૂબ જ ભયાનક થયુ છેઃ તમે કાયદો તમારા હાથમાં લઈ શકો નહિં. કોર્ટે આરોપીઓને કોઈપણ ભોગે ફાંસીએ લટકાવ્યા હોત. કાયદાની જરૂરી પ્રક્રિયાઓ : પહેલા જો તમે એને ગોળીએ દેશો તો અદાલતો, કાનુન અને પોલીસની શું જરૂર રહેશે? access_time 12:55 pm IST

  • પોલેન્ડમાં ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ : છ લોકોના મોત : બે લાપતા : પોલેન્ડના દક્ષિણમાં એક સ્કી રિસોર્ટના ઘરમાં ગેસ પાઇપ લાઇનમાં થયો વિસ્ફોટ : બે લોકોના મોત : અનેક લોકો ઘાયલ access_time 1:25 am IST