Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

મોરબીઃ વિધાનસભાનું સત્ર ૩ દિવસ લંબાવવા બ્રિજેશભાઇ મેરજાની માંગણી

મોરબી,તા.૬: ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર વધુ ત્રણ દિવસ લંબાવી ખેડુતોને પાક વિમો,ઙ્ગ બળાત્કાર અને અકસ્માત જેવા ત્રણ પ્રશ્ન માટે પૂરા ત્રણ દિવસ ફાળવવા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ વિધાનસભા કામરાજ સલાહકાર સમિતિને અનુરોધ કર્યો છે.

ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર તા. ૦૯ ડિસેમ્બરથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિ સમક્ષ માંગણી કરી છે કે ત્રણ દિવસ માટે મળનારા ટૂંકું સત્ર લોકોના પ્રશ્નોની રજૂઆત માટે અપૂરતુંઙ્ગ છે. ધારાસભ્યોની પ્રજાવતી સમસ્યા રજૂ કરવા માટે અને તેના ઉકેલ માટે વિધાનસભામાં ચર્ચા કરવા માટે આવું ત્રણ દિવસનું ટૂંકું સત્રએ લોકતંત્રમાં લોકોની વાચા આપનાર અધિકારો ઉપર તરાપ મારવા સમાન છે. તે જોતા લોક સમસ્યાની ચર્ચા કરી એના ઉકેલ માટે વધુ ત્રણ દિવસ લંબાવવું જરૂરી છે.તેમ બ્રિજેશભાઇએ જણાવેલ છેે.

ધારાસભ્ય બ્રિજેશભાઇએ કામકાજ સલાહકાર સમિતિના નિર્ણાયક વિજયભાઈ રૂપાણી,ઙ્ગ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને પત્ર લખીને તમામ સમસ્યાઓ વર્ણવી છે. પત્રમાં તેમને બળાત્કાર દુષ્કર્મને નાથવા કથળતી જતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિને અટકાવવી જરુરી છે. બીજો મુદ્દો એ રજુ કર્યો કે વારંવાર સર્જાતા અકસ્માતમાં અનેક માનવ જીંદગીઓ ભરખાઈ જતી હોય છે. આવી બેદરકારી નિવારવા અકસ્માતો અટકાવવા પણ સરકારી તંત્ર સજાગ રહે તેમ કરવું અનિવાર્ય છે. ત્રીજો મુદ્દો રજૂ કર્યું કે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન પેટે આર્થિક વળતર આપવામાં આવે તેમજ ખેડૂતોને સો ટકા પાક વીમો તાકીદે ચૂકવવા માટે વીમા કંપનીઓને ફરજ પાડવા સહિત રવિ પાક માટે સિંચાઈનું પાણી સમયસર અને પૂરતા જથ્થામાં ખેડૂતોને મળી રહે તેમજ આઠ કલાક દિવસે કૃષિ માટે વીજળી આપવાના પ્રશ્નો ઉકેલવા ખૂબ જ અનિવાર્ય છે. આ ત્રણેય પ્રાણ પ્રશ્નો માટે એક એક દિવસ એમ ત્રણ દિવસ વિધાનસભાનું સત્ર લંબાવવું જોઈએ તેવી ધારાસભ્ય બ્રિજેશભાઇ મિરજાએ રજૂઆત કરી છે.

(11:46 am IST)