Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

પર્યાવરણ શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર યુવાનોને સરકાર યુથ એવોર્ડથી નવાજશે

જૂનાગઢ તા.૬ : રાજય સરકારના રમતગમત,યુવા અને સાસંકૃતિક પ્રવૃતિઓ વિભાગ  દ્વારા સ્વચ્છ ભારત અભિયાન,જળબચાઓ,પ્રદૂષણ નિવારણ,વૃક્ષારોપણ,વનીકરણ,બાળપોષણ,પુખ્ત શિક્ષણ,ઉર્જા નવિનીકરણ તથા સરકાર અને સમુદાયમાટે ઉતમ કામગીરી કરનાર યુવાનનું રાજય સરકાર બહુમાન કરશે.

રાજય સરકારના રમતગમત,યુવા અને સાસંકૃતિક પ્રવૃતિઓ વિભાગ  દ્વારા યુવાનોને પ્રોત્સાહન આપવા માટે  રાજય યુથ એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે. જેમાં ૧૫ થી ૨૯ વયના યુવક-યુવતીઓ અરજી કરી શકશે. આ એવોર્ડ જુદા જુદા ક્ષેત્રમાં  સતત વિકાસ માટે યોગદાન આપનારને એવોર્ડ આપવામાં આવશે. જેમાં સ્વચ્છ ભારત અભિયાન,જળબચાઓ,પ્રદૂષણ નિવારણ,વૃક્ષારોપણ,વનીકરણ,બાળપોષણ,પુખ્ત શિક્ષણ,ઉર્જા નવિનીકરણ સહિતના ક્ષેત્રે યોગદાન આપ્યું હોય તે તા.૧૪/૧૨/૨૦૧૯ સુધીમાં પોતાનું નામ,સરનામું,મોબાઈલ નંબર,જન્મ તારીખના દાખલાની ઝેરોક્ષ, અને તેમણે કરેલ કામગીરીની વિગત વધુમાં વધુ પાંચ પાનામાં,ફોટો અને બાયોડેટા સાથે ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં પ્રતિ,જિલ્લા કલેકટરશ્રી જૂનાગઢને અરજી કરવાની રહેશે.આ અરજી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૧ પહેલો માળ,બહુમાળી ભવન,સરદાર બાગ, જૂનાગઢ ખાતે પહોંચાડવાની રહેશે.

  સુખપુર ગામે લોકડાયરો

કમિશ્રનરશ્રી યુવક સેવા અને સાસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્રવારા જૂનાગઢ જિલ્લાના સુખપુર,વડાલ રોડ પર તા.૭ના રોજ રાત્રીના ૯ કલાકે સાસ્કૃતિક લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ભજન સરવાણી સાથે રાજય અને કેન્દ્ર સરકારશ્રીની લોકકલ્યાણની વિવિધ યોજનાઓને જાણકારી આપશે.આ કાર્યક્રમમાં લાભ લેવા  જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની  અખબારી યાદીમાં  જણાવાયું છે.

આરટીઓ દ્રારા ફોર વ્હીલ - ટુ વ્હીલ માટે નવી સીરીઝ શરૂ થશે

જૂનાગઢ આરટીઓ દ્રવારા ફોર વ્હીલ માટે નવી સીરીઝ જી.જે.૧૧ બીઆર, જી.જે.૧૧ સીડી, જયારે ટુ વ્હીલર માટે જી.જે.૧૧ બીએસ,જી.જે.૧૧ સીબી,જી.જે.૧૧સીઇ, અને જી.જે.૧૧વીવી ટ્રાન્સપોર્ટ જી.જે.૧૧વીવી અંતર્ગત બાકી રહેલા  ગોલ્ડન અને સીલ્વર નંબર માટે રીઓકશન થશે. બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર મેળવવા માંગતા   અરજદારે વાહન ખરીદ તારીખથી  ૭ દિવસની અંદર http//parivahan.gov.in/fancy/ લીંક મારફતે વાહન -૪ સોફટવેરમાં સીએનએ  ફોર્મ દ્રવારા  રજીસ્ટ્રેશન થયેલું હોય તેઓ તા.૫/૧૨/૨૦૧૯ થી તા.૭/૧૨/૨૦૧૯ સુધી ઉપરની લિંક  મારફતે વાહન નંબર પસંદ કરવાના રહેશે. તથા સદર પસંદ કરેલ નંબર પર તા.૮ થી તા.૯ સુધી  વાહન ૪ અંતર્ગત બિડીંગ કરવાનું રહેશે.

(11:45 am IST)
  • કોંગ્રેસના મહિલા નેતા શર્મિષ્ઠા મુખરજીએ હૈદરાબાદ ખાતે ૪ બળાત્કારીઓના એનકાઉન્ટર અંગે પ્રશ્ન ઉઠાવતા કહ્યું છે કે આ બનાવની તપાસ થવી જોઈએ. દેશ આખામાં તેલંગણા પોલીસ ઉપર પ્રશંસા વર્ષા થઇ રહી છે ત્યારે મહિલા નેતાના ઉચ્ચારણોથી ભારે નારાજગી સર્જાય છે. access_time 12:54 pm IST

  • સોમવારે સંસદમાં નાગરિકતા સંશોધન ખરડો રજૂ થશે :ભાજપે તમામ સભ્યોને હાજર રહેવા વહીપ આપ્યો: કેન્દ્રીય મંત્રીમંડળે અગાઉ નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપી ચુકી છે access_time 12:44 am IST

  • રાત્રે 11-40 કલાકે ઉન્નાવ ગેંગરેપ પીડીતાએ અંતિમ શ્વાસ લીધા:પીડિતા દેશની રાજધાની દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં ખુબ જ નાજુક સ્થિતિમાં વેન્ટિલેટર પર હતી : ડોક્ટરોએ હરસંભવઃ કોશિશ કરી પરંતુ નિષ્ફ્ળ રહ્યાં : રાત્રે 8-30 બાદ પીડિતાની સ્થિતિ ખુબ જ ખરાબ બની હતી:હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓનું આજે એન્કાઉન્ટર થયું જયારે ઉન્નાવ ગેંગરેપ પીડિતાને અપરાધીઓએ સળગાવી નાખી હતી : 20 વર્ષીય પીડિતાને લખનૌ હોસ્પિટલમાંથી ગ્રીન કોરિડોર બનાવી દિલ્હીમાં સારવાર માટે લવાઈ હતી access_time 1:09 am IST