Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

જૂનાગઢ : મેંદરડા શ્રીજી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી

જૂનાગઢ-મેંદરડા તા.૬ : શ્રીજી એજયુ એન્ડ ચેરી. ટ્રસ્ટ મેંદરડા સંચાલીત અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા મેંદરડામાં સમઢીયાળા રોડ પર ગંગેડી પાસે કાર્યરત છે. જેમાં પચ્ચીસ જેટલા દિવ્યાંગો આશ્રયસ્થાન લઇ રહેલ છે. જેને પોતાની દૈનિક ક્રિયાઓનું પણ ભાન નથી તેવા દિવ્યાંગો પ્રાકૃતિક અને સ્વચ્છ વાતાવરણમાં ઉછેર પામી રહેલ છે.

ત્રીજી ડીસેમ્બર એટલે આપણે તેને વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઓળખીયે છીએ. જે અતિગંભીર દિવ્યાંગોને તો બધા દિવસ એકસમાન જ છે. આ દિવ્યાંગોને તેવી કોઇ સમજ નથી પરંતુ સુશિક્ષીત સમાજમાં તેની જાગૃતતા આવે અને તેને સમજી શકે તેવા ઉમદા આશયથી સંસ્થાની ટ્રસ્ટી મંડળ દ્વારા આ દિવસની ઉજવણીના ભાગરૂપે ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઇ જોશી, ઉપપ્રમુખ ડો.ભુવનભાઇ વ્યાસ, ટ્રસ્ટી મંડળના સભ્યો નિકુંજભાઇ ચંદ્રવાડીયા તથા કલ્પનાબેન ભગતાણી તથા પરાગભાઇ નિમાવત તથા ઉતમભાઇ કાછડીયા વગેરેએ સંસ્થાના દિવ્યાંગો સાથે આ દિવસની ઉજવણીના ભાગરૂપે તેમની સાથે ભોજન લઇ દિવ્યાંગો સાથે સમય પસાર કરીને વિવિધ રમતો રમાડી હતી અને દિવ્યાંગો ઉત્સાહીત કરી ખુશ રાખીને એક સાચી રીતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરીને દિવ્યાંગોને રેલી સ્વરૂપે સમઢીયાળા ગામે લઇ ગયેલ હતા અને લોકોમાં જાગૃતતા આવે તેવા પ્રયત્નો કરેલ હતા.

અંતમાં સંસ્થાના પ્રમુખ કૌશિકભાઇ જોશીએ બધાનો હૃદયપુર્વક આભારમાન્યો હતો અને દિવ્યાંગોને આવો જ પ્રેમ અને હુંફ મળતા રહે તેવી આશા વ્યકત કરી હતી.

(11:44 am IST)
  • ઇક્વાડોરે શરણ નહીં આપતા લંપટ નિત્યાનંદ ' હૈતી ' તરફ ભાગી ગયો : સત્તાવાર જાહેરાત access_time 7:20 pm IST

  • શેર બજારમાં મોટો કડાકો :૩૩૪.૪૪ પોઇન્ટ તૂટ્યા : આજે બપોરે શેર બજાર ૪૦૪૪૫.૧૫ એ બંધ થયું. નિફ્ટી પણ ૧૨૦૦૦ના આંકથી નીચે ચાલી ગઈ access_time 3:40 pm IST

  • બિન સચિવાલય પરીક્ષા વિવાદ મામલે એનએસયુઆઇ દ્વારા શનિવારે રાજ્યભરમાં કોલેજ બંધનું એલાન અપાયું હોવાનું જાણવા મળે છે access_time 1:00 am IST